Get The App

ઈઝરાયલનો ખતરનાક પ્લાન, 8 મુસ્લિમ દેશો વિરોધમાં, સાઉદીએ પણ યહૂદી દેશને આંખો બતાવી

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
ઈઝરાયલનો ખતરનાક પ્લાન, 8 મુસ્લિમ દેશો વિરોધમાં, સાઉદીએ પણ યહૂદી દેશને આંખો બતાવી 1 - image


Israel West Bank Issue: ઈઝરાયલ સરકારે વિવાદિત વેસ્ટ બેંકમાં જમીન નોંધણી પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કરતાં આઠ મુસ્લિમ દેશોએ સામૂહિક વિરોધ વ્યક્ત કર્યો છે. ઈઝરાયલે આઠ મુસ્લિમ દેશો દ્વારા નિંદા કરવાવાળા સંયુક્ત નિવેદનને પાયાવિહોણું અને ભ્રામક ગણાવ્યું છે. મંગળવારે તુર્કીયે, ઇજિપ્ત, જોર્ડન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રીઓએ સંયુક્ત રીતે ઈઝરાયલના નિર્ણયની નિંદા કરી હતી. કારણ કે ઈઝરાયલે વેસ્ટ બેંકમાં જમીનને સરકારી મિલકત તરીકે જાહેર કરવા અને તેની નોંધણી અને માલિકી હકોના સમાધાન માટેની પ્રક્રિયાને મંજૂરી આપી છે. 

ઈઝરાયલનો બચાવ

મંત્રાલયે આજે બુધવારે આપેલા એક નિવેદનમાં કહ્યું કે, આ નિવેદન પાયાવિહોણું અને જાણી જોઈને કોઈને ભ્રમિત કરવા માટે આપવામાં આવ્યું છે. પેલેસ્ટિનિયન અધિકારીઓ જ ક્ષેત્ર Cમાં ગેરકાયદે જમીન નોંધણી પ્રક્રિયાને આગળ વધારી રહ્યા છે. જે કાયદા અને હાલ થયેલા કરારોનું ઉલ્લંધન છે. ઈઝરાયલ સરકારે સિવિલ અને સંપત્તિ કાયદા મુજબ સત્તાવાર રીતે તેને મંજૂરી આપી છે. 

સાઉદી અરેબિયાનો ખુલ્લો વિરોધ

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, ઈઝરાયલનું આ પગલું કબજા ધરાવતા ક્ષેત્રમાં એક નવી કાયદાકીય અને વહીવટી હકીકતને થોપી રહ્યું છે. જેનાથી દ્વિ રાષ્ટ્ર સમાધાન અને પેલેસ્ટિનિયન અધિકાર નબળા પડી રહ્યા છે. મંત્રાલયે એ પણ કહ્યું કે, પેલેસ્ટિનિયન જમીન પર ઈઝરાયલનો કોઈ હક નથી. આ નિર્ણય પેલેસ્ટિનિયન લોકોના 4 જૂન 1967ના રોજ અમલમાં આવેલા અને સરહદ પર એક આઝાદ દેશ બનાવવાના કાયદાકીય હક પર હુમલો છે. જેની રાજધાની પૂર્વ જેરૂસલેમ છે.

આ પણ વાંચો: દેવાના ડુંગર નીચે દબાયેલા છે અનેક દેશો, મજબૂત અર્થતંત્ર ધરાવતું જાપાન પણ ટોચે, ભારતની સ્થિતિ શરમજનક

ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ સરકારે કબજાવાળા વેસ્ટ બેંકના ક્ષેત્રમાં પોતાની જમીન બતાવી તેની નોંધણી અને વર્ગીકૃત કરવાની યોજનાને મંજૂરી આપી છે. જેમાં પેલેસ્ટિન લોકોએ માલિકી હક્ક સાબિત કરવો જરૂરી છે.  હાલ હવે જમીન પર માલિકી હક્કમાં સમાધાનની પ્રક્રિયા ફરી શરૂ થઈ છે જે 1967માં વેસ્ટ બેન્ક પર ઈઝરાયલના કબજા બાદ રોકાયેલી હતી.