Get The App

રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ જાપાન-અમેરિકા સુનામીથી ધ્રૂજ્યા

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ જાપાન-અમેરિકા સુનામીથી ધ્રૂજ્યા 1 - image


- રશિયાના દરિયાકાંઠે 10થી 15 મીટર ઊંચા મોજા ઉછળ્યાં

- વોર્નિંગ સિસ્ટમે જાપાનીઓને સુનામીના મોજા સામે સુરક્ષિત રાખ્યા : એક વ્યક્તિનું પણ મોત ન થયું

ટોક્યો : રશિયામાં દૂર પૂર્વમાં આવેલા વિસ્તારમાં ૮.૮ની તીવ્રતાવાળા ભૂકંપના કારણે આપેલા સુનામીના મોજા જાપાન, અમેરિકા અને કેનેડાના પશ્ચિમ કાંઠા સુધી પહોંચ્યા હતા. આ ભૂકંપમાં રશિયાને નુકસાન થયું હતું, પરંતુ કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પણ ભૂકંપ પછીના સુનામીના મોજાએ કેટલાય દેશોમાં કંપારી છોડાવી દીધી હતી. છેક દક્ષિણ અમેરિકાના ચીલી સુધી તેની અસર અનુભવાઈ હતી. 

અમેરિકામાં કેલિફોર્નિયા અને જાપાનના દરિયાકિનારા સુધી ત્રણથી ચાર મીટર જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા. જ્યારે રશિયામાં દરિયાકિનારે તો ૧૦થી ૧૫ મીટર જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા. લોકોને દરિયાઈ વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. તેના પછી ૬.૯ની તીવ્રતાના આફ્ટર શોક આવ્યા હતા. જાપાનને આ સુનામીએ ૨૦૧૧માં આવેલા સુનામીની યાદ અપાવી હતી. કેમાચાત્કામાં રહેલાં અનેક મકાનો અને બાંધકામો તૂટી પડયાં હતાં. કેટલાંયે મકાનોમાં મોટી તિરાડો પડી ગઈ હતી. આ સુનામી મોજાંને લીધે જાપાન તથા હવાઈ-ટાપુઓમાં લોકોને સલામત સ્થળે ફેરવવામાં આવ્યા હતા.

આ ધરતીકંપ અંગે ગવર્નર વ્લાદીમીર સોલોડોવે 'ટેલીગ્રામ' ઉપર વિડીયો પોસ્ટ કરતાં બુધવારે જણાવ્યું હતું કે, 'આજનો ભૂકંપ ઘણો ગંભીર પ્રકારનો છે.' જ્યારે પ્રાદેશિક મંત્રીમંડળના મંત્રી સર્જી લેબેડેવે લોકોને સમુદ્ર તટથી દૂર રહેવા જણાવ્યું હતું.સૌથીમોટી શાંતિ એ હતી કે આ વિસ્તારમાં માનવ વસ્તી ખાસ્સી ઓછી હોવાના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ પણ થઈ ન હતી. 

યુ.એસ. જીયોવોજિકલ સર્વેએ કહ્યું હતું કે, આ ધરતીકંપ માત્ર ૧૨ માઇલ નીચે જ થયો હતો. જ અહીંના  પેટ્રોપાવલોવસ્ક-કામાયાત્સફી શહેરથી પૂર્વ-દક્ષિણ પૂર્વ દિશામાં થયો હતો. આ ૧,૬૫,૦૦૦ની વસ્તીનાં શહેરમાં પહેલાં ૮ આંકનો જ ધરતીકંપ થયો હોવાનું જણાવાયું હતું પરંતુ પછીથી તે સુધારી ૮.૮નો ભૂકંપ થયો હોય તેમ જણાવવામાં આવ્યું છે તે પછી ૬.૯ અંકના 'આફટર-શોક્સ' આવ્યા હતા.

જાપાનની વેધર એજન્સીએ તેની ચેતવણી અપગ્રેડ કરતાં કહ્યું હતું કે, અહીં પણ ૧૦ ફીટ ઉંચા સુનામી મોજાં ફરી વળવા સંભવ છે સાથે લોકોને ઉંચા સ્થળોએ ચાલ્યા જવા આગ્રહ કરાયો હતો. જાપાનના પૂર્વ ઉત્તરના હોકૈડો ફેક્ટરી કામદારોને સ્થળાંતર કરી પાસેની ટેકરી ઉપર ચાલ્યા જવા કહેવાયું હતું.

ે.સાનફ્રાંસિસ્કો સ્થિત ભારતીય ઉપદૂતાવાસે ભારતીયોને સતર્ક રહેવા જણાવ્યું હતું.

Tags :