Get The App

ફ્રાંસમાં બીજી વખત લોકડાઉન જાહેર કરવામાં આવ્યું, પેરિસમાં 700 કિમી લાંબો ટ્રાફિક જામ

Updated: Oct 31st, 2020


Google NewsGoogle News
ફ્રાંસમાં બીજી વખત લોકડાઉન જાહેર કરવામાં આવ્યું, પેરિસમાં 700 કિમી લાંબો ટ્રાફિક જામ 1 - image

પેરિસ, તા. 31 ઓક્ટોબર 2020, શનિવાર

આતંકવાદનો માર સહન કરી રહેલા ફ્રાંસમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. કોરોના વાયરસના કેસમાં ફરીથી વધારે થયા બાદ દેશમાં ચાર અઠવાડિયાનું લોકડાઉન લાદી દેવામાં આવ્યુ છે. ગુરુવારે રાત્રે તેની જાણકારી થતા જ પેરિસ અને આસપાસના રસ્તા પર લગભગ 700 કિલોમીટર લાંબો જામ લગાવી દીધો હતો. જોકે, લોકડાઉનના પ્રથમ દિવસે શુક્રવારે રસ્તા પર સન્નાટો જોવા મળ્યો હતો.

ફ્રાંસમાં 7 મહીનામાં બીજી વખત લોકડાઉન થયુ છે. લોકોના ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યુ છે. બહાર નીકળવા પર દંડ અથવા સજાની જોગવાઈ કરવામાં આવી છે. વ્યાયામ માટે ઘરમાંથી એક કલાક બહાર નીકળવા, ડ્યૂટી પર જવા અથવા ડૉક્ટરને મળવા અથવા દવા લેવા અથવા જરૂરી સામાન માટે દુકાન જવાની મંજૂરી આપવામાં આવી છે. ફ્રાંસમાં કોરોનાની બીજી લહેર નજર આવી રહી છે. દરરોજ લગભગ 50 હજાર નવા દર્દી સામે આવી રહ્યા છએ. એવામાં જ હાલ યૂરોપના અન્ય દેશોના પણ છે. ત્યાં પણ નવા દર્દીની સંખ્યા ખૂબ જ તેજીથી વધી રહી છે.


શુક્રવારની સવારે રસ્તાઓ સુનસાન નજર આવી રહી હતી. કેટલાક લોકો ઘરમાંથી બહાર નીકળ્યા. રેસ્ટોરન્ટ અને કેફેને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર સુપરમાર્કેટમાં જ લોકની ચહલ-પહલ જોવા મળી. કારણ કે, ત્યાં લોકો જરૂરી સામાન ખરીદવા માટે પહોંચ્યા હતા. રાજધાની પેરિસમાં પણ રસ્તા ખાલી નજર આવી રહી હતી. સામાન્ય રીતે અઠવાડીયુ શરૂ થતા જ રસ્તા પર ગાડીઓની હલચલ વધી જાય છે.


ઘણા લોકો આ અઠવાડિયા રજાઓ માણવા માટે પોતાના ઘરે જતા રહ્યા હતા. રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોએ કહ્યું કે, સોમવારે રજા પરથી ઘરે પરત ફરતા લોકો પ્રત્યે ઉદાર વર્તન કરી રહ્યું હતું, પરંતુ કારણ વગર ઘરમાંથી બહાર નીકળનાર લોકોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરે.


Google NewsGoogle News