For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતમાં 70 કરોડને કોરોના, 42 લાખનાં મોત : ન્યૂયોર્ક ટાઇમ્સનો દાવો

Updated: May 27th, 2021

Article Content Image

સરકારના આંકડા કરતા 14 ગણા વધુ લોકો માર્યા ગયા

ન્યૂયોર્ક ટાઇમ્સે સીરો સરવે અને 12થી વધુ પ્રતિષ્ઠિત નિષ્ણાતોની મદદના આધારે એનાલિસિસ તૈયાર કર્યું

ન્યૂયોર્ક ટાઇમ્સનો રિપોર્ટ જુઠો અને નિરાધાર, માત્ર ફોન પર તૈયાર કરાયો હોય તેમ લાગે છે : કેન્દ્ર

ન્યૂયોર્ક : અમેરિકાના પ્રખ્યાત સમાચારપત્ર ન્યૂયોર્ક ટાઇમ્સે દાવો કર્યો છે કે ભારતમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોનો સરકાર દ્વારા જે આંકડો જાહેર કરવામાં આવ્યો છે તેનાથી 14 ગણા વધુ લોકો માર્યા ગયા છે.

એટલે કે ન્યૂયોર્ક ટાઇમ્સે કેન્દ્ર સરકારના કોરોના અંગેના આંકડાઓ સાચા ન હોવાનો દાવો કર્યો છે. ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાના એનાલિસીસના આધારે દાવો કર્યો છે કે ભારતમાં 70 કરોડથી પણ વધુ લોકોને કોરોના થયો છે જ્યારે 42 લાખથી પણ વધુ લોકો કોરોનાથી માર્યા ગયા છે. 

જસ્ટ હાઉ બિગ કુડ ઇન્ડિયાસ ટ્રૂ કોવિડ ટોલ બી? નામના ટાઇટલ હેઠળ પ્રકાશિત આ અહેવાલમાં ન્યૂયોર્ક ટાઇમ્સે દાવો કર્યો છે કે અમે જે આંકડા જાહેર કર્યા છે તે મૃત્યુ અને કેસોની ગણતરીના આધારે નક્કી કર્યા છે. સાથે જ તેમાં ત્રણ નેશનલ સીરો સર્વે કે જેને ડઝનથી વધુ નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો તેનો પણ સમાવેશ અમે કર્યો છે.

આ સીરો સરવેમાં એમોરી યૂનિવર્સિટીના એપીડેમીઓલોજિસ્ટ કાયોકો શીઓદા, યેલ સ્કૂલ એટ પબ્લિક હેલૃથના પ્રોફેસર ડેન વેનબર્જર, સેન્ટર ફોર ડીસિઝ ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસીના ડાયરેક્ટર ડો. રમનાન લક્ષ્મીનારાયણનો સમાવેશ થાય છે. 

આ રિપોર્ટમાં ન્યૂયોર્ક ટાઇમ્સે દાવો કર્યો છે કે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં અનેક લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકોના ઘરે જ મોત થયા છે કેમ કે હજારો લોકોને હોસ્પિટલોમાં સારવાર માટે જગ્યા જ નહોતી મળી રહી.

આ આંકડા સરકારના કોરોનાથી મૃત્યુ પામેલાના આંકડા સાથે મેળ નથી ખાઇ રહ્યા. એટલે કે તેને ગણતરીમાં લેવામાં નથી આવ્યા. ન્યૂયોર્ક ટાઇમ્સે નિષ્ણાંતોના અભિપ્રાયોના આધારે આ રિપોર્ટ પ્રકાશીત કરી હતી, જેને ત્રણ ભાગોમાં વહેચવામાં આવી હતી. જેમાં સામાન્ય સિૃથતિ, ખરાબ સિૃથતિ અને અત્યંત ખરાબ સિૃથતિનો સમાવેશ થાય છે.

અત્યંત ખરાબ સિૃથતિમાં અનુમાન લગાવાયુ કે કોરોના સંક્રમણનો આંકડો વાસ્તવિક આંકડાથી 26 ગણો વધુ છે, સાથે જ કોરોનાથી 70 કરોડ લોકો સંક્રમિત થયા છે અને 42 લાખ લોકોના મોત નિપજ્યા છે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ન્યૂયોર્ક ટાઇમ્સના આ અહેવાલને ઉપજાવી કાઢેલો ગણાવ્યો હતો.

નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું હતું કે ન્યૂયોર્ક ટાઇમ્સનું એનાલિસીસ અયોગ્ય રીતે કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ માત્ર ફોન પર તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં વાસ્તવિક્તા કઇ જ નથી. જ્યારે સ્વાસ્થ્ય મત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે ન્યૂયોર્ક ટાઇમ્સનો રિપોર્ટ નિરાધાર અને જુઠો છે.

Gujarat