આર્મેનિયામાં 7 વિપક્ષી નેતાઓની ત્રાસવાદની શંકા પરથી ધરપકડ

- રાષ્ટ્રીય ચૂંટણી પૂર્વે રશિયા તરફી પાર્ટીના આ સાતે નેતાઓના ઘરે એક સામટા દરોડા પાડી ધરપકડ કરાઈ
ઍરેવાન : આ ટ્રાન્સ કૉકેશિયન રાષ્ટ્રના પૂર્વ પ્રમુખ રોબર્ટ કોચારિયનનાં નેતૃત્વ નીચેની વિપક્ષી રશિયા તરફી પાર્ટી, આર્મેનિયન રિવોલ્યુશનરી ફેડરેશન (એઆરએફ)ના સાત નેતાઓનાં ઘરે દરોડા પાડી તે સાતે સાતની ગુરૂવારે વહેલી સવારે ધરપકડ કરવામાં આવી છે. આ અંગે આર્મેનિયાની ઇન્વેસ્ટીગેશન કમીટીએ જણાવ્યું હતું કે તેઓ ત્રાસવાદ ફેલાવવાની તૈયારી કરી રહ્યા હોવાથી, તેઓની ધરપકડ કરવી પડી છે. જો કે તે સાતનાં નામ તેમણે જણાવ્યાં ન હતાં.
આ પૂર્વે ગત સપ્તાહે આર્મેનિયા એલાયન્સના ત્રણ સભ્યોની પણ ધરપકડ કરાઈ હતી. આ જુથ વિપક્ષી પાર્ટીઓનું અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે જેમાં ઉક્ત આર્મેનિયન રીવોલ્યુશનરી ફેડરેશન પણ સભ્ય છે.
વિપક્ષોએ આ ધરપકડ રાજકીય હેતુસર કરાઈ હોવાનું જણાવ્યું છે. આ ધરપકડ એવે સમયે થઇ છે કે જ્યારે આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિન્યાત અને આઝરબૈજાનના પ્રમુખ ઇલ્હામ અલિયેવ, અબુધાબીમાં બંને દેશો વચ્ચે ચાલીશ વર્ષથી ચાલતા સરહદી સંઘર્ષનો અંત લાવવા મંત્રણા કરી રહ્યા છે.
આ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ધરપકડનો દોર ચાલે છે. જેમાં આર્કબિશપ બેગ્રટ ગણત્સન્યાન પણ સમાવિષ્ટ છે. જો કે તેઓને હજી માત્ર નજર કેદમાં જ રખાયા છે.
ઉલ્લેખનીય છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે તે વખતનાં સોવિયેત સંઘના ભાગરૂપ તેમાં આર્મેનિયાના આ પાટનગર યેરેવાનમાં સ્ટાલિન, ચર્ચિવ, રૂઝવેલ્ટ અને ફ્રાંસના દ'ગોલની પરિષદ મળી હતી.








