દક્ષિણ અમેરિકાની 'ટિપ' અને એન્ટાર્કટિકા વચ્ચેના ડ્રેક પેસેજમાં 7.8નો ધરતીકંપ

- એન્ટાર્કટિકાની ટિપ ઉપર આવેલા એનેક્સ- હોન સ્થિત ચીનના લશ્કરી મથકો અને દક્ષિણતમ ટિપ ટિયેરા ડેલ ફ્યુઓમાં ભૂકંપની સૌથી વધુ અસર
નવી દિલ્હી : દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડા કેપ-હૉપ અને એન્ટાર્કટિકા વચ્ચેના ડ્રેક પેસેજમાં શુક્રવારે ૭.૮ અંકનો તીવ્ર ભૂકંપ લાગ્યો હતો. તેથી પહેલા તો ચીલીની સરકારે સુનામિ વૉર્નિંગ આપી હતી કારણ કે સમુદ્ર તટે ભારે મોજા ઉછળ્યા હતા પરંતુ એક કલાક પછી પાછી ખેંચી લેવાઈ હતી.
દક્ષિણ અમેરિકાના આ દક્ષિણતમ ટિર અને દક્ષિણના ધુ્રવ વૃત્ત (એન્ટાર્કટિકા) વચ્ચેના ડ્રેક પેસેજ તરીકે ઓળખાતી સમુદ્ર પટ્ટીમાં શુક્રવારે સાંજે ૫-૩૦ વાગે આ પ્રચંડ ધરતીકંપ થયો હતો. પૂર્વે એટલાંટિક મહાસાગર અને પશ્ચિમે પેસિફિક મહાસાગરને જોડતી આ સમુદ્રીય પટ્ટીની ઉત્તરે કે દક્ષિણે માનવ વસ્તી જ ન હોવાથી જાનહાનિનો કોઈ ભય નથી. આમ છતાં ચીનની સરકારે એન્ટાર્કટિકાની ટિર પર રહેલા તેના પ્રેટ અને હોગીન્સ લશ્કરી મથકોને તથા દક્ષિણતમ ટાપુ પરના નાનકડા ગામ ટીએરા-ડેમ- ફ્યુએગોની નાની એવી મ્યુનિસિપાલિટીને પણ 'સુનામી'ની ચેતવણી આપી દીધી હતી પરંતુ સાંજના ૬.૩૦ કલાકે પાછી ખેંચી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ચીલીના પેસિફિકમાં રહેલા ટાપુઓ સૌથી લાંબી ૧૪ ફીટની પાંખ ધરાવતા એબ્બેસ્ટ્રોસ પક્ષીઓ માટેના વિરામ સ્થાનરૂપ છે.