Get The App

ઓહ.. દુનિયામાં ૬૧.૯ કરોડ લોકો કમર દર્દ થી પીડાય છે, સ્ટડીમાં બહાર આવ્યું દર્દનાક તારણ

૨૦૫૦માં વિશ્વમાં ૮૪ કરોડ લોકો કમરદર્દથી પીડાતા હશે

સિડની યુનિવર્સિટીએના સંશોધકોએ ૩૦ વર્ષના ડેટાનો અભ્યાસ કર્યો

Updated: May 23rd, 2023

GS TEAM

Google News
Google News
ઓહ.. દુનિયામાં ૬૧.૯  કરોડ લોકો કમર દર્દ થી  પીડાય છે, સ્ટડીમાં બહાર આવ્યું દર્દનાક તારણ 1 - image


સિડની, ૨૩ મે ૨૦૨૩,મંગળવાર 

ભાગદોડભરી જીવનશૈલીમાં પુરતો આરામ મળતો નથી ત્યારે શરીરમાં મસલ સ્ટ્રેસ અને કમર દર્દનું પ્રમાણ વધતું જાય છે. એક સ્ટડી મુજબ ૨૦૫૦ સુધીમાં દુનિયા ભરમાં ૮૫કરોડ લોકોને કમર દર્દની ગંભીર પ્રકારની ફરિયાદ હશે. ઓસ્ટ્રેલિયા સ્થિત સિડની યુનિવર્સિટીએના સંશોધકોએ આના માટે ૩૦ વર્ષના ડેટાઓનો અભ્યાસ કર્યો હતો.

વધતી જતી જનસંખ્યા અને વૃધ્ધોની વસ્તી વધવાથી એશિયા અને આફ્રિકામાં બેક પેઇનથી પીડાતા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહયો છે.કમરદર્દની બીમારીમાં સારવારની વિકસિત પધ્ધતિઓ પણ શોધવી જરુરી બનશે. આ દિશામાં સંશોધન દ્વષ્ટીકોણની કમી અને મર્યાદિત વિકલ્પો એ પણ ખૂબ મોટી સમસ્યા છે. આજે પણ કમર દર્દ દુનિયામાં માણસની અક્ષમતા માટેનું સૌથી મોટું કારણ છે.

ઓહ.. દુનિયામાં ૬૧.૯  કરોડ લોકો કમર દર્દ થી  પીડાય છે, સ્ટડીમાં બહાર આવ્યું દર્દનાક તારણ 2 - image

મુખ્ય સંશોધક પ્રોફેસર મેનુએલા ફરેરાએ કહયું હતું કે અમારુ વિશ્લેષણ દુનિયા ભરમાં કમર દર્દની સમસ્યા પર ધ્યાન દોરવા માટે છે. માણસના સ્વાસ્થ્ય તંત્ર પર આ તકલીફ ખૂબ મોટું દબાણ ઉભું કરી રહી છે.આપણે સંશોધનની બુનિયાદ પર ટકી શકે તેવા દ્વષ્ટીકોણથી આગળ વધવાની જરુર છે.એક સ્ટડી મુજબ ૨૦૧૭માં વિશ્વમાં ૫૦ કરોડ લોકો કમર દર્દથી પીડાતા હતા.

૨૦૨૦માં કમરના દર્દીઓની સંખ્યા વધીને ૬૧.૯ કરોડ આસપાસ થઇ છે. સ્ટડીમાં એ પણ ધ્યાનમાં આવ્યું છે કે કામકાજના સમયગાળા દરમિયાન વડિલોને કમર દર્દની શકયતા વધારે રહે છે. પીઠની નીચેના ભાગમાં દુખાવો થતો હોવાની ફરિયાદ ઉંમરલાયકોમાં વધારે જોવા મળે છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓેને આ તકલીફ વધારે રહે છે. 

Tags :