ખૈબર પખ્તુનવામાં ટીટીપીના હુમલામાં 6 સૈનિકો માર્યા ગયા : મુનીર સામે ખુલ્લો પડકાર ફેંકાયો

પેશાવર : પાકિસ્તાને જ મૂળભૂત રીતે ભારત ઉપર હુમલા કરવા માટે તહેરિક એ તાલિબાન-એ-પાકિસ્તાન નામક જૂથ ઊભું કર્યું હતું અને તેને અઢળક શસ્ત્ર સરંજામ પણ આપ્યો હતો. તે જૂથની ભારતમાં તો કારી ફાવી નથી પરંતુ ઇતિહાસના પ્રારંભકાળથી સ્વતંત્ર રહેલા કિરથાર પર્વતમાળામાં વસતા આતંકીઓ તહેરિક એ તાલિબાન-એ-પાકિસ્તાન, હવે પાકિસ્તાનમાં સર્વેસર્વા થઇ પડેલા પોતાની મેળે જ ફીલ્ડ માર્શલ થઇ પડેલા જનરલ મુનીર માટે માથાનો દુ:ખાવો બની ગયા છે. તેમણે સોમવારે ઉપરા ઉપરી બબ્બે હુમલા કરી પાકિસ્તાનના ૬ સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે, પર્વતીય શીલાઓ પાછળ રહેલા આ આતંકીઓ પૈકી કેટલા આ સંઘર્ષમાં માર્યા ગયા છે, તે હજી જાણી શકાયું નથી.
આ માહિતી આપતાં આમ જ ન્યૂઝ સર્વિસ જણાવે છે કે ખૈબર પખ્તુનવા પ્રાંતના મનાતા વિસ્તારમાં આ લડાઈ ફાટી નીકળી હતી અને તે ત્યારે કે જ્યારે અસીમ મુનીરે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ તરીકે પોતાની મેળે હવાલો સંભાળ્યો તેના બીજા જ દિવસે સહજ છે કે આ રીતે ટીટીપીએ અસીમ મુનીર સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે.
નિરીક્ષકો કહે છે કે સોમવારે ઉપરા ઉપરી થયેલા આ બબ્બે હુમલાથી ખૈબર પખ્તુનવા પ્રાંતમાં તંગદિલી વ્યાપી રહી છે. છેલ્લાં કેલટાંયે સપ્તાહોથી બંને પક્ષો સામ-સામા આવી ગયા છે, સતત સંઘર્ષ લગભગ રોજીંદા ઘટના બની રહ્યો છે. પાકિસ્તાનની સેના આ વિસ્તારમાં કેટલીયે કાર્યવાહી (ઓપરેશન્સ) કરી રહી છે છતાં તે સૂકા પર્વતીય વિસ્તારમાં તહેરિક એ તાલિબાન એ પાકિસ્તાન હજી સુધી સર્વોપરી બની રહ્યા છે. વાસ્તવમાં ખૈબર પખ્તુનવા અને બલુચિસ્તાન પ્રાંતોમાં તો સરકાર નામ માત્રની જ છે તે જગજાહેર છે.









