જાપાનના ઇવાતે વિસ્તારમાં 6.7નો ભૂકંપ : સુનામી ચેતવણી જાહેર કરાઈ

આંદામાન નિકોબાર સમુદ્રમાં ૧૨.૦૪ વાગે ૫.૪નો ભૂકંપ આવ્યો હતો
સ્થાનિક સમય પ્રમાણે રવિવારે સાંજે ૫.૩૦ કલાકે ભૂતળથી નીચે ૩૦ કીમીથી આ આંચકો શરૂ થયો તે પૂર્વે બપોરે ૧.૩૩ કલાકે ૬.૬નો ભૂકંપ આવ્યો હતો
આ માહિતી આપતાં જાપાન ટાઈમ્સ જણાવે છે કે ઇવાને પ્રીફેક્સરમાં આવેલાં મોરીઓકા યાહાબા, વાફુયા અને પાસેની મિયાગી પ્રીફેકચરમાં પણ ૪ અંકનો ભૂકંપ આવ્યો હતો.
આ પૂર્વે નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ જણાવ્યું હતું કે ઉત્તર પેસિફિક ઓશનમાં આવેલાં આ ઇવાને બ્રિફેકચર (પ્રાંત)માં રવિવારે જ બપોરે ૧.૩૩ કલાકે ૬.૬નો ભૂકંપ થયો હતો.
તે સર્વવિદિત છે કે જાપાન છેક દક્ષિણ ચીલીથી શરૂ કરી પેરૂ મેક્સિકો અને યુએસ તથા કેનેડાના પશ્ચિમ તટથી શરૂ કરી આલાસ્કા થઇ પૂર્વતમ સાઇબીરીયા જાપાન, ફીલીપાઇન્સ, ન્યૂઝીલેન્ડ સુધીની પેસિફિક ઓશન ફરતી વિશાળ રીંગ ઓફ ફાયરના સેસ્મિક ઝોનના પૂર્વભાગે રહેલાં જાપાનમાં વારંવાર ભૂકંપો થતા જ રહે છે. આ રીંગ ઓફ ફાયર (જ્વાળામુખોની માળા)નો ફાંટો ઇન્ડોનેશિયા તરફ પણ લંબાય છે. તેથી આ બધો વિસ્તાર ધરતીકંપો વારંવાર અનુભવે છે.
રવિવારના આ ભૂકંપે ભારતને પણ છોડયું નથી આજે રવિવારે બપોરે ૧૨.૦૪ મિનિટે આંદામાન નિકોબાર સમુદ્રમાં ૫.૪નો ભૂકંપ લાગ્યો હતો. પરતુ જાનમાલની હાનીના સમાચાર મળ્યા નથી. તેમજ સુનામી ઊભાં થયાં હોવાના પણ હજી સુધી કોઈ સમાચાર નથી.

