Get The App

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં 6.6નો ભૂકંપ : સુનામીની ભીતિ નથી : જાન-માલનું નુકસાન થયું નથી

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં 6.6નો ભૂકંપ : સુનામીની ભીતિ નથી : જાન-માલનું નુકસાન થયું નથી 1 - image

- સતત ભારે વર્ષાથી લેન્ડ સ્લાઇડ, પૂરોનો પ્રકોપ છે ત્યાં

- દ. ચીલીથી પેરૂ, ત્યાંથી મેક્ષિકો, પશ્ચિમ યુએસ, એલાસ્કા, પૂર્વ રશિયાથી જાપાન ત્યાંથી નીચે ઉતરી ઇન્ડોનેશિયા થઈ ન્યુઝીલેન્ડ સુધીની રીંગ ઓફ ફાયરમાં પ્રસરેલી છે

જાકાર્તા : ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના એસેહ પ્રાંતમાં આજે ગુરૂવારે ૬.૬નો ધરતીકંપ થયો હતો. આ માહીતી આપતા નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (એનસીએસ) જણાવે છે કે, આ ધરતીકંપનું કેન્દ્ર હિન્દ મહાસાગરમાં માત્ર ૧૦ કિ.મી.ની ઉંડાઈએ હતું. જો કે હજી સુધી તેથી સુનામીની કોઈ ચેતવણી અપાઈ નથી કે જાન-માલની નુકસાનીના કોઈ સમાચાર મળ્યા નથી. તેનું એક કારણ તે હોઈ શકે કે, આ ધરતીકંપ સુમાત્રા ટાપુના દક્ષિણ પશ્ચિમ ભાગે થયો હતો. ત્યાં ખાસ માનવ વસ્તી જ નથી.

ઇન્ડોનેશિયા પેસિફિક મહાસાગર ફરતી રિંગ ઓફ ફાયર ફાયરના લંબાયેલા ભાગમાં આવેલું છે. આ રિંગ ઓફ ફાયર દ.ચીલીથી શરૂ કરી ત્યાંથી પેરૂ, પેરૂ થી મેક્ષિકો, પશ્ચિમ યુએસ અને કેનેડા, આલાસ્કા થઈ પૂર્વ રશિયા થી જાપાન ત્યાંથી નીચે ઉતરી ઇન્ડોનેશિયા તરફ લંબાઈ છે. ત્યાંથી તે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સુધી જાય છે.

ઉલ્લેખનીય તે છે કે ઇન્ડોનેશિયામાં છેલ્લા કેટલાય દિવસથી સતત ભારે વરસાદ પડે છે તેથી ભૂ-સ્ખલન અને પૂરો આવે છે. માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે, તેથી વૃક્ષો પડી ગયાં છે. વીજળીના થાંબલા જમીનદોસ્ત થઈ ગયા છે. લોકો ઘરોના છાપરાંઓ ઉપર આશ્રય લઈ રહ્યા છે. તેવામાં આ ધરતીકંપ થતાંવધુ આફત ઉતરી છે. આથી તકલીફ તે થઈ છે કે આ ધરતીકંપ પછી બચાવ ટુકડીઓને અવરોધ આવે છે. કારણ કે ઠેર ઠેર ભૂસ્ખલન થતા ફસાયેલા નાગરિકોને બચાવવામાં અવરોધો ઊભા થાય છે.