સુનામીની કોઈ ચેતવણી અપાઈ નથી
ઈન્ડોનેશિયામાં વારંવાર ભૂકંપ આવે છે : આ પૂર્વે ૨૦૨૧માં ૬.૨નો ભૂકંપ આવ્યો હતો : ૨૦૧૮માં ૭.૫ અને ૨૦૦૪માં ૯.૧ના ભૂકંપે ૧,૭૦,૦૦૦ના જાન લીધા હતા
જાકાર્તા: બુધવાર ૫મી નવેમ્બરે ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે દેશની જીયો-ફીઝીકસ-એજન્સીએ જણાવ્યું હતું કે, આમ છતાં સુનામી જાગવાની કોઈ ભીતિ ન હોવાથી સુનામી ચેતવણી અપાઈ નથી.
ગત સપ્તાહે જ ઈન્ડોનેશિયામાં માલુફુ ટાપુઓ વચ્ચેના બાંદા સમુદ્રમાં ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, આ ભૂકંપ ૧૩૭ કી.મી.ની ઊંડાઈએથી શરૂ થયો હોઈ જાન-માલનું બહુ નુકસાન નોંધાયું ન હતું.
ઈન્ડોનેશિયા પેસિફિક મહાસાગરની 'રીંગ-ઓફ-ફાયર'માં આવી જતું હોઈ તેમજ મોટી ટેકટોનિક પ્લેટસની સંઘર્ષ રેખા પર હોવાથી તે વિશ્વનો સૌથી વધુ સેસ્મિકલી એક્ટિવ વિસ્તાર બની રહ્યો છે.
આ દ્વિપ સમુહ રાષ્ટ્રમાં સુલાવેરી વિસ્તારમાં જ જાન્યુઆરી ૨૦૨૨માં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં ૧૦૦થી વધુનાં મોત થયાં હતાં અને હજારો બેઘર બન્યા હતા. ૨૦૧૮માં સુલવારી નજીકનાં પાલુ ટાપુમાં ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેથી ૨૨૦૦થી વધુનાં મોત થયા હતા. આ બધા ભૂકંપો કરતા પણ વધુ વિનાશક ભૂકંપ ૨૦૦૪ના એકેદ પ્રાંત (ટાપુ)માં આવ્યો હતો. રીકટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ૯.૧ની અંકાઈ હતી. તેમાં ૧ લાખ સીત્તેર હજારથી પણ વધુનો ભોગ લીધો હતો. અસંખ્ય મકાનો, બાંધકામો ધરાશાયી થયાં હતાં. આ ભૂકંપે હાહાકાર મચાવી દીધો હતો.


