જાપાનમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર ઝટકા: 6.1ની તીવ્રતાથી લોકોમાં ફફડાટ ફેલાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Japan Earthquack News : જાપાનના હોકાઈડો ક્ષેત્રમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના શક્તિશાળી ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ છે, જેના કારણે ગાઢ નિદ્રામાં રહેલા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.
કેટલી હતી તીવ્રતા
જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા મુજબ, ભૂકંપ આજે વહેલી સવારે 5:24 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 01:54 વાગ્યે) આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા મધ્ય ટોકાચી ક્ષેત્રમાં જાપાનીઝ સ્કેલ પર '5+' નોંધાઈ હતી.
સુનામીનો ખતરો નથી
રાહતની વાત એ છે કે, આ ભૂકંપ બાદ અત્યાર સુધી સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. તેમજ હજુ સુધી કોઈ મોટી જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના અહેવાલો મળ્યા નથી.
આફ્ટરશોક્સની ચેતવણી
હવામાન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને આગામી થોડા દિવસો સુધી આવનારા સંભવિત 'આફ્ટરશોક્સ' (ભૂકંપ પછીના હળવા ઝટકા) માટે સતર્ક રહેવાની સલાહ આપી છે.
થોડા દિવસો અગાઉ જ આવી હતી સુનામી
ઉલ્લેખનીય છે કે, 20 એપ્રિલના રોજ ઉત્તરી જાપાનમાં 7.5ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ ઈવાતે પ્રાંતના કુજી બંદર પર 80 સેમી ઊંચા સુનામીના મોજા જોવા મળ્યા હતા. જાપાન ભૂકંપના 'રિંગ ઓફ ફાયર' પર સ્થિત હોવાથી અહીં અવારનવાર આવી કુદરતી આપત્તિઓ સર્જાતી રહે છે.









