World

500%, 100%, હવે છૂટ... અમેરિકાના ટેરિફથી ભારત કેવી રીતે બચ્યું? જાણો વિગત

By GS Team
17 Oct 20262 mins read
TukuTouch Logo
ટ્રમ્પે રશિયન તેલ ખરીદવા બદલ ભારત પરના 500% ટેરિફનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. શનિવારે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદતા દેશોને ટેરિફમાંથી સંપૂર્ણ છૂટ આપી. આ નિર્ણય અમેરિકાની રશિયા સાથેની ડીઝલ ડીલ અને ભારત સાથેની વેપાર વાટાઘાટોને કારણે લેવાયો છે. જોકે, આ છૂટ કામચલાઉ છે અને ભવિષ્યમાં ટેરિફ ફરી લાગુ થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

500%, 100%, હવે છૂટ... અમેરિકાના ટેરિફથી ભારત કેવી રીતે બચ્યું? જાણો વિગત

Trump Waives Russia Oil Tariff Relief For India: રશિયન ઓઇલ ખરીદવા બદલ પહેલા 500 ટકા ટેરિફનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેમાં ધીમે-ધીમે ઘટાડો કરીને હવે અમેરિકાએ ટેરિફમાં સંપૂર્ણ છૂટ આપી દીધી છે. જોકે, આ એક કામચલાઉ છૂટ છે, જેનો અર્થ એ છે કે, અમેરિકા ભવિષ્યમાં ગમે ત્યારે ફરીથી ટેરિફ લાગુ કરી શકે છે. શનિવારે અચાનક અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદતા દેશો માટે ટેરિફમાં છૂટ આપી દીધી છે. આ છૂટ એવા સમયે આપવામાં આવી છે, જ્યારે ખુદ અમેરિકા રશિયા પાસેથી ડીઝલ ખરીદવા મજબૂર બન્યું છે, અને રશિયા સાથે મોટી ડીઝલ ડીલ કરી છે. આ ઉપરાંત, ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં છે, તેથી અમેરિકા વાટાઘાટો બગાડવા માંગતું નથી.

500% થી 0% ટેરિફ સુધી કેવી રીતે પહોંચ્યું અમેરિકા?

500% ટેરિફનો પ્રસ્તાવ: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાને આર્થિક રીતે નબળું પાડવા માટે જાન્યુઆરી 2026 માં રશિયન તેલ-ગેસ ખરીદતા દેશો એવા ભારત, ચીન, બ્રાઝિલ પર 500% સુધીનો ટેરિફ લાદવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.

100% ટેરિફ સુધી ઘટાડો: બાદમાં, 18 સપ્ટેમ્બર 2026 ના રોજ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા 'ગ્રેહામ એક્ટ' હેઠળ આ ટેરિફ મર્યાદા ઘટાડીને મહત્તમ 100% કરવામાં આવી હતી.

હવે 0% સાથે સંપૂર્ણ છૂટ: 17 ઓક્ટોબરના રોજ ટ્રમ્પે પોતાના એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા અમેરિકી રાષ્ટ્રીય હિતોનું બહાનું ધરીને ટેરિફ અને પ્રતિબંધોને હાલ પૂરતા સ્થગિત કરી દીધા છે.

નિષ્ણાતોના મતે, આ નિર્ણયથી ભારતના નિકાસકારો અને દ્વિપક્ષીય વેપારને મોટી રાહત મળી છે, પરંતુ ટ્રમ્પે એ સ્પષ્ટ રાખ્યું છે કે, તેઓ ગમે ત્યારે આ ટેરિફ ફરીથી લાગુ કરવાની ક્ષમતા ધરાવે છે.