Get The App

ટ્રમ્પ સરકારની એક્શન શરૂ, અમેરિકામાં 500 ઘૂસણખોરો પકડાતાં વિમાનમાં બેસાડી દેશબહાર છોડ્યાં

Updated: Jan 24th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પ સરકારની એક્શન શરૂ, અમેરિકામાં 500 ઘૂસણખોરો પકડાતાં વિમાનમાં બેસાડી દેશબહાર છોડ્યાં 1 - image

Trump Government : ટ્રમ્પની નવી સરકાર બનતાની સાથે જ એક્શનમાં આવી ગઈ છે. માહિતી પ્રમાણે અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા 500 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ આ અંગે કાર્યવાહી ઝડપી કરી છે. 

538  લોકોને અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા છે

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે, હાલમાં ધરપકડ કરવામાં આવેલા 538  લોકોને અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા છે. તેમને એક લશ્કરી વિમાનમાં બેસાડીને દેશ બહાર છોડવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસેલા પ્રવાસીને બહાર કાઢવાના આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા છે. આ કાયદામાં જણાવાયું છે કે, છેલ્લા 4 વર્ષોમાં અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો ધસારો વધ્યો છે. આ લોકોને બહાર કાઢવાની જરૂર છે, જેથી અમેરિકન સંસાધનોનો ઉપયોગ અહીંના લોકો માટે કરી શકાય.


અમેરિકન કાયદાઓનું ઉલ્લંઘન કરીને આવ્યા છે

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'લાખો પ્રવાસીઓ ગેરકાયદેસર રીતે સરહદમાંથી ઘુસ્યા છે. આ લોકો સીધા ફ્લાઇટ દ્વારા આવ્યા છે અથવા કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા ઘુસ્યા છે. અને હવે તેઓ અમેરિકાના વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયા છે. આ લોકો અમેરિકન કાયદાઓનું ઉલ્લંઘન કરીને આવ્યા છે.' આદેશમાં આગળ કહેવામાં આવ્યું છે કે, 'આવા લોકોને અમેરિકાની સુરક્ષા માટે ખતરો તરીકે ગણવામાં આવ્યા છે. એટલે કે, આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતી માટે ખતરો બની ગયા છે. આ ઉપરાંત નિર્દોષ અમેરિકનો તેમના દ્વારા કરવામાં આવેલા ગુનાઓનો ભોગ બની રહ્યા છે.'

યુએસ કોંગ્રેસે લેકન રાયલી એક્ટને મંજૂરી આપી દીધી છે

નોંધનીય છે કે, ગત 23 જાન્યુઆરીએ જ યુએસ કોંગ્રેસે લેકન રાયલી એક્ટને મંજૂરી આપી દીધી છે, જેમાં કહેવામાં આવ્યું છે છે કે, ખોટા દસ્તાવેજો સાથે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવા જોઈએ.