World

VIDEO : રશિયાના દાગેસ્તાનમાં અચાનક જ હેલિકોપ્ટર ક્રેશ, 5 લોકોના મોત, 2 ઈજાગ્રસ્ત

By GS TEAM
9 Nov 20251 min read
TukuTouch Logo
રશિયાના દાગેસ્તાનમાં એક રશિયન KA-226 હેલિકોપ્ટર ક્રેશ થતાં પાંચ લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, હેલિકોપ્ટરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને જમીન સાથે અથડાયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : રશિયાના દાગેસ્તાનમાં અચાનક જ હેલિકોપ્ટર ક્રેશ, 5 લોકોના મોત, 2 ઈજાગ્રસ્ત

Russia Helicopter Crash News : રશિયાના દાગેસ્તાનમાં એક રશિયન KA-226 હેલિકોપ્ટર ક્રેશ થતાં પાંચ લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, હેલિકોપ્ટરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને જમીન સાથે અથડાયું હતું.



પાંચ લોકોએ ગુમાવ્યા જીવ 

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાંચ લોકોમાંથી ચાર એક જ ઇલેક્ટ્રો-મિકેનિકલ પ્લાન્ટ (KEMZ)ના કર્મચારીઓ હતા. કંપનીએ 8 નવેમ્બરે આ માહિતીની પુષ્ટિ કરી હતી. મૃતકોમાં પ્લાન્ટના ડેપ્યુટી જનરલ ડિરેક્ટર અને હેલિકોપ્ટરના ફ્લાઇટ મિકેનિકનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત દાગેસ્તાનના અચી-સૂ ગામ પાસે કેસ્પિયન સાગર ક્ષેત્રમાં થયો હતો.

અમેરિકાના પ્રતિબંધનો સામનો કરતી કંપનીના કર્મચારી હતા

શરૂઆતમાં, રશિયન સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે આ હેલિકોપ્ટર પ્રવાસીઓને લઈ જઈ રહ્યું હતું. જોકે, પાછળથી સ્પષ્ટ થયું કે તેમાં એક સંરક્ષણ કંપનીના કર્મચારીઓ સવાર હતા. KEMZ એ હવાઈ ઉપકરણોનું ઉત્પાદન કરતી એક સંરક્ષણ કંપની છે, જે યુક્રેન વિરુદ્ધ રશિયાના યુદ્ધમાં તેની સંડોવણીને કારણે અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરી રહી છે.

અકસ્માતનું કારણ અકબંધ 

અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, KA-226 એ ટ્વીન-એન્જિન ધરાવતું હેલિકોપ્ટર છે જે 7 મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે.