Get The App

તાઈવાનમાં 5.9નો ભૂકંપ : સમગ્ર ટાપુમાં આંચકા અનુભવાયા : જાનમાલની નુકશાની નથી

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
તાઈવાનમાં 5.9નો ભૂકંપ : સમગ્ર ટાપુમાં આંચકા અનુભવાયા : જાનમાલની નુકશાની નથી 1 - image


- હુઆલિયન શહેરથી દક્ષિણે 71 કિ.મી.(44.1 માઈલ) દૂર આ ભૂકંપ થયો : આથી પાટનગર તાઈપીમાં પણ મકાનો 1 મિનિટ સુધી હલી રહ્યાં હતાં

તાઈપી : તાઈવાનમાં બુધવારે સાંજે ૫.૯ અંકનો ભૂકંપ આવ્યો હતો. યુનાઈટેડ સ્ટેટસ જીયોલોજિકલ સર્વે આ માહિતી આપતા જણાવે છે કે પ્રાથમિક અહેવાલો પ્રમાણે તો ભૂકંપ ૨૯ કિ.મી.ની ઉંડાઈએ થયો હતો. પરંતુ પછીથી જાણવા મળ્યું છે કે તે માત્ર ૧૦ કિ.મી.ની ઉંડાઈએ જ થયો હતો. આટલી ઓછી ઊંડાઈએ થતા ધરતીકંપોની મૃદાવરણનાં પોપડા ઉપર ભારે અસર થતી હોય છે.

યુનાઈટેડ સ્ટેટસ જીયોલોજિકલ સર્વે (યુએસજીએસ) વધુમાં આગળ જણાવે છે કે આ ભૂકંપ હુઆલિયન શહેરથી દક્ષિણે આશરે ૭૧ કિ.મી. (૪૪.૧ માઈલ) નીચે થયો હતો.

ઉલ્લેખનીય છે કે તાઈવાન પેસિફિક ઓશન ફરતી રિંગ ઓફ ફાયરમાં આવૃત્ત છે. તેથી ત્યાં ઘણીવાર ભૂકંપ થાય છે. મહત્વની બાબત તે છે કે ૨ કરોડ ૩૦ લાખની વસ્તી ધરાવતા આ ટાપુ રાષ્ટ્રની પશ્ચિમ તરફે સઘન વસ્તી રહેલી છે. પરંતુ હુમાલિયન શહેરમાં બહુ વસ્તી નથી.

સહજ છે કે આ ધરતીકંપથી હુઆલિયન શહેરમાં તો મકાનો અને અન્ય બાંધકામો ધૂ્રજી ગયા હતાં પરંતુ છેક ઉત્તરે આવેલા પાટનગર તાઈપીમાં પણ મકાનો અને અન્ય બાંધકામો ધૂ્રજી ગયા હતાં.

Tags :