Get The App

4 ભારતીયોએ ખેલ પાડી દીધો રૂ. 23,000 જેટલું બિલ ચૂકવ્યા સિવાય જ રેસ્ટોરાંમાંથી રફુચક્કર

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
4 ભારતીયોએ ખેલ પાડી દીધો રૂ. 23,000 જેટલું બિલ ચૂકવ્યા સિવાય જ રેસ્ટોરાંમાંથી રફુચક્કર 1 - image


- બ્રિટનનાં નોર્ધમ્ટનમાં ભારતીયોએ જ ભારતીયને લૂંટયો

- સાઉધમ્ટનમાં સેફ્રન (કેઅર) નામક વિખ્યાત રેસ્ટોરાં છે : તેના માલિકે આસપાસની રેસ્ટોરાં અને બીજા વેપારીઓને ચેતવી દીધા

લંડન : ઇંગ્લેન્ડનાં સાઉધમ્ટનમાં એક અજીબો ગરીબ ઘટના બની ગઈ. ૪ ભારતીય જુવાનો સાઉધમ્ટની ભારતવંશીયની એક રેસ્ટોરામાં ગઇકાલે આશરે ૧૦.૩૦ કલાકે ભોજન માટે પધાર્યા. પેટભરીને માતા અન્નપૂર્ણાની આરાધના કરી. વેઇટર બિલ મુકી બીજે કશું આપવા ગયો ત્યારે તે ચારે સજ્જનો એક મીનીટમાં રેસ્ટોરાંમાંથી બહાર સરકી ગયા. વેઇટરે પાછું વળીને જોયું તો ચારે ખુરશીઓ ખાલી તે ડીશ મુકી તેમની પાછળ દોડયો પરંતુ તેઓ હાથ ન લાગ્યા. ગેસના દીવાના ઝળહળતા પ્રકાશમાં પણ દેખાયા નહીં. વેઇટરે પાછા ફરી શેઠને કહ્યું : શેઠે તુર્ત જ પોલીસને ફોન કરી ફરીયાદ તો નોંધાવી દીધી અને જણાવ્યું કે સીસીટીવીમાં તે ચારેય રેસ્ટોરામાં અંદર આવતા નીરાંતે ભોજન કરતા અને પછી સરકીને રફુચક્કર થઇ જતા ઝડપાયા છે પરંતુ તેઓ પકડી શકાયા નથી.

આ પછી રેસ્ટોરાં માલિકે આસપાસના દુકાનદારો અને રેસ્ટોરાંઓના માલિકોને પણ ચેતવી દીધા અને કહ્યું જો તેઓને જુવો, તો તુર્ત જ મને જાણ કરજો. પોલીસને પણ જાણ કરજો.

તે ચારે જે ટેબલ ઉપર બેઠા હતા ત્યાં પાઉન્ડ ૧૯૭.૩૦ આશરે રૂ. ૨૩,૦૦૦નું બિલ પડયું હતું. કોઇએ હળવી મઝાક કરતાં કહ્યું : ઇંગ્લેન્ડની રેસ્ટોરાંઓ તો ઘણીવાર અણચિંતવ્યા પ્રેમ સંબંધો માટે પ્રખ્યાત છે. પરંતુ આવી રફુચક્કરની ઘટના ભાગ્યે જ જોવા મળે છે.

Tags :