પાકિસ્તાનમાં જોરદાર ભૂકંપ, ધરતી ધ્રૂજતા લોકો ઘર છોડીને ભાગ્યા
Earthquake in Pakistan: પાકિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. ભૂકંપને લઈને લોકોમાં ભય ફેલાયો અને ઘરથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર, ભૂકંપની તીવ્રતા 4.4 નોંધાઈ છે. ભૂકંપના આંચકા 30 એપ્રિલ 2025 રાત્રે 9:58 વાગ્યા આસપાસ અનુભવાયા હતા.
હાલમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી નથી, પરંતુ ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘણા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. નિષ્ણાતોના મતે, આ તીવ્રતાના ભૂકંપથી હળવાથી મધ્યમ સ્તરના કંપનો અનુભવી શકાય છે.
પાકિસ્તાન ત્રણ મુખ્ય ટેક્ટોનિક પ્લેટોના સંગમ પર સ્થિત છે: અરબી, યુરો-એશિયન અને ભારતીય પ્લેટો. આ ભૂસ્તરશાસ્ત્રીય પરિસ્થિતિ દેશને પાંચ મુખ્ય ભૂકંપીય ઝોનમાં વિભાજીત કરે છે, જેના કારણે પાકિસ્તાન વારંવાર ભૂકંપ માટે સંવેદનશીલ બને છે.