ટ્રમ્પે એપસ્ટિન સાથે 8 વખત ખાનગી જેટમાં પ્રવાસ કર્યો હતો
એપસ્ટિન ફાઈલમાં અનેક એવી સેલિબ્રિટીઓના પણ નામ જે તેના કાળા કામોથી અજાણ હતા : ટ્રમ્પ
અમેરિકામાં જેફરી એપસ્ટિનની ફાઈલો જાહેર કરવા અંગે લાંબા સમય સુધી વિવાદ ચાલ્યા પછી અંતે ન્યાય વિભાગે શુક્રવારે એપસ્ટિન ફાઈલોનો સાત સેટનો ૩ લાખથી વધુ દસ્તાવેજોનો પહેલો જથ્થો જાહેર કર્યો હતો અને આગામી સમયમાં વધુ દસ્તાવેજો જાહેર કરાશે તેમ કહ્યું હતું.
આ સંદર્ભમાં ન્યાય મંત્રાલયે મંગળવારે વધુ ૩૦,૦૦૦ ફાઈલો જાહેર કરી છે, જેમાં મોટા પ્રમાણમાં ખાનગી માહિતીને બ્લેકઆઉટ કરાઈ છે. અનેક વીડિયો કથિત રીતે જેલની અંદર શૂટ કરાયા હતા.
ન્યાય વિભાગે જાહેર કરેલા આ દસ્તાવેજોમાં સામેલ એક ઈ-મેલ જેની તારીખ ૭ જાન્યુઆરી ૨૦૨૦ છે, તેમાં દાવો કરાયો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એપસ્ટિનના ખાનગી જેટમાં ૧૯૯૩થી ૧૯૯૬ વચ્ચે આઠ વખત પ્રવાસ કર્યો હતો. આ ઈમેલ 'ઇઈથ ઈૅજાીૈહ કનૈયરા િીર્બગિજ' હેઠળ મોકલાયો હતો. જોકે, ઈમેલ મોકલનાર અને મેળવનારનું નામ ગુપ્ત રખાયું છે, પરંતુ તેમાં ન્યૂયોર્કના સાઉધર્ન ડિસ્ટ્રિક્ટના એક આસિસ્ટન્ટ યૂએસ એટર્નીનો સંદર્ભ છે. આ ઈમેલમાં ટ્રમ્પના આઠ પ્રવાસોની વિગતો જણાવાઈ હતી.
દરમિયાન એપસ્ટિન ફાઈલો જાહેર થયા પછી પ્રમુખ ટ્રમ્પે પહેલી વખત પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અનેક લોકો અજાણતામાં જેફરી એપસ્ટિનને મળ્યા હતા અને તેમને એપસ્ટિનના કાળા કામો અંગે કોઈ માહિતી નહોતી.


