World

આર્જેન્ટિનામાં 3 મહિલાઓની ઈન્સ્ટા લાઈવ પર હત્યા, હજારો લોકો માર્ગો પર દેખાવ કરવા ઉતર્યા

By GS TEAM
28 Sep 20252 mins read
TukuTouch Logo
આર્જેન્ટિનામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બ્યુનસ આયર્સના રસ્તાઓ પર અચાનક હજારો દેખાવકારો ઉતરી આવ્યા હતા. તેઓ ત્રણ યુવતીઓ માટે ન્યાયની માંગણી કરી રહ્યા હતા. ખરેખર ઇન્સ્ટાગ્રામ પર લાઇવ વીડિયો દરમિયાન ડ્રગ્સ તસ્કરો દ્વારા આર્જેન્ટિનાની ત્રણ મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. આ ત્રણ મહિલાઓની ઓળખ લારા, બ્રેન્ડા અને મોરેના તરીકે થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આર્જેન્ટિનામાં 3 મહિલાઓની ઈન્સ્ટા લાઈવ પર હત્યા, હજારો લોકો માર્ગો પર દેખાવ કરવા ઉતર્યા

Argentina News: આર્જેન્ટિનામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બ્યુનસ આયર્સના રસ્તાઓ પર અચાનક હજારો દેખાવકારો ઉતરી આવ્યા હતા. તેઓ ત્રણ યુવતીઓ માટે ન્યાયની માંગણી કરી રહ્યા હતા. ખરેખર ઇન્સ્ટાગ્રામ પર લાઇવ વીડિયો દરમિયાન ડ્રગ્સ તસ્કરો દ્વારા આર્જેન્ટિનાની ત્રણ મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. આ ત્રણ મહિલાઓની ઓળખ લારા, બ્રેન્ડા અને મોરેના તરીકે થઈ છે.

લોકો ન્યાયની માંગણી સાથે રસ્તાઓ પર ઉતર્યા

આ જઘન્ય હત્યારે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. ત્રણેય મહિલાઓના પરિવારો અને સંબંધીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. એક મહિલાવાદી જૂથ દ્વારા આયોજિત કૂચમાં ઢોલ વગાડતા દેખાવકારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે "આ ડ્રગ્સથી પ્રેરિત હત્યા હતી! અમારું જીવન નકામું નથી!"

અધિકારીઓએ શું કહ્યું?

અધિકારીઓએ આ હત્યા અંગે જણાવ્યું હતું કે આ ગુનો જેને તપાસકર્તા ડ્રગ્સ ગેંગ સાથે સાંકળી રહ્યા છે, તેને ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સ્ટ્રીમ કરીને આચરવામાં આવ્યો હતો. એક ખાનગી એકાઉન્ટના 45 સભ્યો દ્વારા આ ઘટનાને લાઇવ જોવામાં આવી હતી.

આ પણ વાંચો: ઈઝરાયલના હવાઈ હુમલાથી ગાઝા ધણધણી ઉઠ્યું, 32 લોકોએ ગુમાવ્યા જીવ

પીડિતાના પિતાએ શું કહ્યું?

બ્રેન્ડાના પિતા લિયોનેલ ડેલ કાસ્ટિલોએ દેખાવો દરમિયાન જણાવ્યું હતું કે મહિલાઓને પહેલા કરતાં વધુ સુરક્ષિત કરવી પડશે. મારી પુત્રી સાથે થયેલા દુર્વ્યવહારને કારણે હું મારી દીકરીના શરીરની ઓળખ કરવા પણ સક્ષમ નહોતો. કોઈ પ્રાણી સાથે પણ આવુ વર્તન નથી કરાતું જેવું અમારી દીકરીઓ સાથે થયું. મને આશા છે કે સત્ય બહાર આવશે. હું લોકોને અમારી સાથે ઉભા રહેવા વિનંતી કરું છું."

કેસમાં પાંચની ધરપકડ

શુક્રવારે રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી પેટ્રિશિયા બુલરિચે પાંચમા શંકાસ્પદની ધરપકડની જાહેરાત કરી. આ સાથે અત્યાર સુધી પકડાયેલા લોકોમાં ત્રણ પુરુષો અને બે મહિલાઓ સામેલ હોવાનું સામે આવ્યું છે. પાંચમા શંકાસ્પદ પર કાર સાથે લોજિસ્ટિક્સ પૂરું પાડવાનો આરોપ છે. તેની બોલિવિયાના સરહદી શહેર વિલાઝોનમાંથી ધરપકડ કરવામાં આવી હતી.