Get The App

યુ.કે.માં ઉડ્ડયન શીખવવા માટેનું હેલિકોપ્ટર તૂટી પડતાં 3ના મૃત્યુ : 1ને ગંભીર ઇજાઓ : તપાસ ચાલી રહી છે

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
યુ.કે.માં ઉડ્ડયન શીખવવા માટેનું હેલિકોપ્ટર તૂટી પડતાં 3ના મૃત્યુ : 1ને ગંભીર ઇજાઓ : તપાસ ચાલી રહી છે 1 - image

- રોબિન્સન R.44 II પ્રકારનું હેલિકોપ્ટર નોર્ધમ્બરિયા હેલિકોપ્ટર્સની માલિકીનું હતું તે સવારે 9 વાગે ઉપડયું પછી અર્ધા કલાકમાં જ તૂટી પડયું

લંડન : ઈંગ્લેન્ડનાં 'આઈલ-ઓફ-લેઇટ' નામના ટાપુનાં એક ખેતરમાં હેલિકોપ્ટર તૂટી પડતાં લોકોમાં ગભરાટ અને દુ:ખ ફેલાઈ ગયા હતાં. નોર્ધમ્બરિયા-હેલિકોપ્ટર્સ કંપનીનું રોબિન્સન R.44 II  પ્રકારનું આ હેલિકોપ્ટર ઉડ્ડયન શીખવાડવા માટે ઉપયોગમાં લેવાતું હતું. તે સેન્ડાઉન એરપોર્ટ ઉપરથી સ્થાનિક સમય પ્રમાણે સવારે ૯-૦૦ વાગે ઉપડયું હતું. તેમાં પાયલોટ ઉપરાંત ૩ પેસેન્જર્સ હતા, પરંતુ ૯-૩૦ કલાક પહેલાં 'શાનકિલન' વિસ્તારમાં ધોરી માર્ગ પાસેનાં એક ખેતરમાં તે તૂટી પડયું હતું.

આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓનાં સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં, જ્યારે એકને ગંભીર ઇજાઓ થઈ હતી. તેને તુર્ત જ સાઉધનટનનાં ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે લઈ જવાયો હતો.

આ માહિતી આપતા સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાને નજરોનજર જોનારાઓએ કહ્યું હતું કે 'અમે હેલિકોપ્ટરને અંકુશ બહાર જતું જોયું હતું.'

તે સમયે એક વ્યક્તિ તેની મોટરમાં જઈ રહી હતી તેણે જોયું કે હેલિકોપ્ટર એક ખેતરની વાડ ઉપર પડયું. આ અંગે શેંકિલ-ટાઉન-કાઉસીલના એક વરિષ્ઠ કાઉન્સીલરે કહ્યું કે, અચાનક જ બનેલી આ દુર્ઘટનાથી શહેરમાં રહેલા નાગરિકો આંચકો ખાઈ ગયા હતા. અને સહજ રીતે વ્યથિત પણ થઈ ગયા હતા. હેલિકોપ્ટર ઉડાડતાં શીખનારાઓમાં કુટુમ્બીજનોનો આનંદ અચાનક શોકમાં ફેરવાઈ ગયો.