હૉંગકૉંગ, 29 નવેમ્બર,2025,શનિવાર
હૉંગકૉંગની બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 128 લોકોના મુત્યુ થતા ૩ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. ગગનચુંબી ઇમારતોમાં આગની ઘટના પછી હજુ પણ 200 લોકો ગૂમ છે. ચીન સરકારે ઘટનાનો ભોગ બનેલી ઇમારતોમાં આગની સુરક્ષાની સુવિધા હતી તે અંગે ઘનિષ્ઠ તપાસ શરુ કરી છે. શુક્રવારે આગ લાગતા હૉગકૉગ જ નહી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો. આગની આટલી મોટી ઘટના હૉગકૉગના છેલ્લા 75 વર્ષના ઇતિહાસ પ્રથમવાર બની હતી. અગાઉ 1848 માં એક ગોદામમાં આગ લાગેલી જેમાં ૧૭૬ લોકો માર્યા ગયા હતા.
વિશ્વમાં કોર્પોરેટ ઓફિસ અને ગ્લોબલ બિઝનેસ માટે જાણીતા હોંગકોગમાં આ એક અસાધારણ ઘટના બની છે જેના આઘાતમાંથી બહાર આવતા સમય લાગશે. આગની ગંભીરતાને સમજીને ૩ દિવસનો શોક પાળી રહયા છે. શહેરના તાઇ પો ડિસ્ટ્રિકટમાં વાંગ ફૂક કોર્ટ હાઉસિંગ સ્ટેટમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે અગ્નિશામક ટીમને આગ બુઝાવવામાં 40 કલાક કરતા વધુ સમય લાગ્યો હતો. સરકારે પીડિતોની મદદ માટે 3 કરોડ 85 લાખ ડોલરનું એક ફંડ તૈયાર કર્યુ છે. ચીને આ દુર્ઘટનામાંથી પાઠ ભણીને સમગ્ર દેશમાં બહુમાળી ઇમારતોને આગથી બચાવવા માટેના સુરક્ષા ઉપાયોની તપાસ આદરી છે.અધિકારીઓએ વાંગ ફુક કોર્ટ સંકુલમાં નવીનીકરણ દરમિયાન સંભવિત ભ્રષ્ટાચાર અને અસુરક્ષિત સામગ્રીના ઉપયોગની તપાસ કરતી વખતે સૌથી ભયાનક આગના સંબંધમાં 14 લોકોની ધરપકડ કરી છે.
જોકે પોલીસ માને છે કે આગામી અઠવાડિયામાં જોખમી, બળી ગયેલી ઇમારતોમાંથી વધુ મૃતદેહો મળી શકે છે. જે ઇમારતની બહારથી અને અંદરથી મરામત કરવામાં આવી રહી છે તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહયું છે. હૉગકોૅંગના અગ્નિશમન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે સ્થાનિક સમય બપોરે ત્રણ વાગ્યા આસપાસ એક રહેઠાણ પરિસરમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી. આગની ગંભીરતા જોતા તેને 4 કેટેગરીમાંથી સૌથી ઉંચી ૫ કેટેગરીમાં પરિવર્તિત કરવામાં આવી હતી. 40 કલાક સુધી આગની જવાળાઓના લીધે 8 ઇમારતોમાંથી 7 ને ભારે નુકસાન થયું હતું.


