સાઉદીમાં હુમલા બાદ અચાનક ફ્લાઈટો કેન્સલ કરાતા ગુજરાતના 250 ઉમરાહ યાત્રીઓ ફસાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Saudi and houti War Udpates : સાઉદી અરેબિયામાં હુથી બળવાખોરોના હુમલા બાદ ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાતા શહેરા સહિત પંચમહાલ જિલ્લાના 250 ઉમરાહ યાત્રીઓ અટવાતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
કેટલાંક યાત્રીઓ મોંઘી ટિકિટ ખરીદી પરત ફર્યા
સાઉદી અરેબિયામાં છેલ્લા કેટલાક દિવસોથી હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ સ્થિતિ વણસી છે. સુરક્ષાના કારણોસર એરપોર્ટ બંધ કરાતાં રિયાધ, જેદ્દાહ, દમ્મામ અને મદીના આવતી-જતી તમામ ફ્લાઈટ્સ 24 ઓક્ટોબર 2026 સુધી રદ કરવામાં આવી છે. અચાનક ઊભી થયેલી ઈમરજન્સી જેવી પરિસ્થિતિને કારણે પંચમહાલ જિલ્લાના અંદાજિત 250 જેટલા ઉમરાહ યાત્રીઓ સાઉદી અરેબિયામાં અટવાયા છે.
ગોધરા અને ગુજરાતના વિવિધ ટૂર ઓપરેટરો મારફતે મક્કા અને મદીના ઉમરાહ અર્થે ગયેલા યાત્રીઓની તા.12, 13 અને 14 દરમિયાન જેદ્દાહથી મુંબઈ પરત ફરવાની ફ્લાઈટ્સ રદ થઈ હતી. જો કે, કેટલાક યાત્રીઓ મોંઘા દરે અન્ય ફ્લાઈટ્સની ટિકિટ ખરીદીને ભારત સુરક્ષિત વાપસી કરી લીધી છે. હાલ પંચમહાલના યાત્રીઓ મક્કા અને મદીનાની હોટેલોમાં રોકાયા છે અને ભારત સ્થિત પોતાના પરિવારજનો સાથે સતત સંપર્કમાં છે.
એક ટૂર સંચાલકે જણાવ્યું હતું કે તા.20ના રોજે યાત્રા પૂર્ણ થતાં અમારી પરત ફરવાની ટિકિટ કન્ફર્મ હતી. પરંતુ અચાનક ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા મેસેજ આવ્યો કે પરિસ્થિતિને કારણે ફ્લાઈટ કેન્સલ થઈ છે. હવે તા.22મીએ વાપસીનું શિડ્યુલ છે.




