પાકિસ્તાનના 25 સૈનિકો માર્યા ગયા! BLAએ ફિલ્મી અંદાજમાં વીડિયો જાહેર કરી મુનીરને આપી ચેલેન્જ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Baloch Liberation Army Attacks Pakistan Army: અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ બે અલગ-અલગ હુમલાઓમાં પાકિસ્તાની સેનાના 25 જવાનોને ઠાર કરવાનો દાવો કર્યો છે. આ સાથે BLA એ એક નાટકીય અને ફિલ્મી શૈલીનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં સેનાના સળગતા ટ્રક, વિસ્ફોટ, ગોળીબાર અને સૈનિકોના મૃતદેહો વિખરાયેલા નજરે પડે છે.
ઝિયારત ક્રોસ પર 'ફતેહ સ્કવોડ'નો ઘાતક હુમલો
BLAના સત્તાવાર મીડિયા આઉટલેટ 'હક્કલ' (Hakkal) દ્વારા આ વીડિયો જાહેર કરાયો છે.
હુમલાની વિગત: BLAની વિશેષ લડાયક યુનિટ 'ફતેહ સ્કવોડ' (Fateh Squad) એ ઝિયારત ક્રોસ ખાતે પાકિસ્તાની સેનાના કાફલા પર અચાનક ઘાત લગાવીને હુમલો કર્યો હતો.
નુકસાન: આ હુમલામાં બે લશ્કરી વાહનો નષ્ટ થયા હતા અને 18 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે 5 સૈનિકો ભાગવાનો પ્રયાસ કરતી વખતે ઘાયલ થયા હતા.
શસ્ત્રોની લૂંટ: બીજી એક ક્લિપમાં સશસ્ત્ર લડવૈયાઓ ક્ષતિગ્રસ્ત સૈન્ય ટ્રકોમાંથી હથિયારો અને દારૂગોળો લૂંટતા જોવા મળી રહ્યા છે.
STOS યુનિટ દ્વારા રિમોટ-કંટ્રોલ બોમ્બ ધડાકો
સુરાબના હાજિકા વિસ્તારમાં થયેલા અન્ય એક હુમલામાં BLA ની STOS (સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્કવોડ) યુનિટ દ્વારા રિમોટ-કંટ્રોલ વાહન દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાની સેનાના વધુ 7 જવાનો માર્યા ગયા હતા.
પાકિસ્તાની સેનાનો પલટવાર
પાકિસ્તાન સરકારે BLAના આ દાવાઓ પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો દર્શાવે છે કે, સેનાના જવાનોના મૃતદેહો રાતના અંધારામાં છૂપી રીતે તેમના પરિવારો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. સામે પક્ષે, પાકિસ્તાની સેનાએ મસ્તુંગ, સિબી, ક્વેટા અને કલાત જિલ્લામાં દરોડા પાડી BLA અને TTP સાથે જોડાયેલા લગભગ 50 બળવાખોરોને મારી નાંખ્યાનો દાવો કર્યો છે.
દાયકાઓથી બલૂચ જૂથો પાકિસ્તાન સરકાર પર માનવાધિકારના ઉલ્લંઘન, બળજબરીપૂર્વક ગુમ કરવા અને સૈન્ય અત્યાચારનો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે હાલ સમગ્ર વિસ્તારમાં વ્યાપક અશાંતિ ફેલાયેલી છે.




