Get The App

મેક્સિકોમાં નશા મુક્તિ કેન્દ્રમાં અંધાધૂંધ ફાયરિંગ, 24ના મોત 7 ઘાયલ

Updated: Jul 2nd, 2020

GS TEAM

Google News
Google News
મેક્સિકોમાં નશા મુક્તિ કેન્દ્રમાં અંધાધૂંધ ફાયરિંગ, 24ના મોત 7 ઘાયલ 1 - image


મેક્સિકો, તા. 2 જુલાઇ 2020, ગુરૂવાર

મેક્સિકોના ગુઆનાજુઆટો રાજ્યમાં એક નશા મુક્તિ કેન્દ્રમાં કેટલાક બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી જેમાં 24 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પ્રાપ્ત વિગત અનુસાર બુધવાર રોજ બુધવારના રોજ મેક્સિકોના ગુઆનાજુઆટો રાજ્યના આરાપાઉટો શહેરમાં આવેલા નશા મુક્તિ કેન્દ્ર (ડ્રગ્સ રિહેબિલિટેશન)માં કેટલાક બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરી જેમાં 24 લોકોના મોત થયા છે જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલાખોરોએ કોઇનું અપહરણ નથી કર્યું. જોકે, હુમલા પાછળનું કારણ હજુ જાણી શકાયુ નથી.

મેક્સિકોમાં નશા મુક્તિ કેન્દ્રમાં અંધાધૂંધ ફાયરિંગ, 24ના મોત 7 ઘાયલ 2 - image

પોલીસના જણાવ્યાં અનુસાર સાત ઘાયલમાંથી ત્રણની હાલત ગંભીર છે. ગુઆનાજુઆટોમાં મેક્સિકન ક્રાઇમ ગ્રુપ જલિસ્કો કાર્ટેલ અને એક લોકલ ગેંગની વચ્ચે ખુની ખેલ થતો રહેતો હોય છે. ગુઆનાજુઆટો રાજ્યના ગવર્નર અનુસાર આ હુમલા પાછળ માદક દ્રવ્યોની તસ્કરી કરતા ગ્રુપની સંડોવણી હોઇ શકે છે. ગત મહિને પણ આવો એક હુમલો થયો હતો.

Tags :