Get The App

મેક્ષિકોની સુપર માર્કેટમાં થયેલા વિસ્ફોટને લીધે 23નાં મોત: મોટાભાગનાં મૃત્યુ ગૂંગળામણથી થયાં

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
મેક્ષિકોની સુપર માર્કેટમાં થયેલા વિસ્ફોટને લીધે 23નાં મોત: મોટાભાગનાં મૃત્યુ ગૂંગળામણથી થયાં 1 - image

દર 1લી નવેમ્બરે પિતૃઓને તર્પણ કરવા અભિયાન ચલાવાય છે, આ વિધિ ચાલતી હતી તે દરમિયાન જ પ્રચંડ વિસ્ફોટ થયો હતો

મેક્ષિકો સીટી: ઉત્તર પશ્ચિમ મેક્ષિકોનાં હર્મોસિલ્લો શહેર સ્થિત એક ડીસ્કાઉન્ટ સ્ટોરમાં શનિવારે પ્રચંડ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા ૨૩નાં મોત થયાં હતાં અનેકને આગને લીધે દાહ થયા હતા.

દર વર્ષે ૧લી નવેમ્બરે પિતૃઓને તર્પણ કરવા માટે મેક્ષિકોમાં અભિયાન ચાલે છે. તે અંગે વિધિ ચાલતી હતી, તે દરમિયાન જ આ વિસ્ફોટ થયો હતો. વાસ્તવમાં અહીં તર્પણ પણ એક ઉત્સવ સમાન માનવામાં આવે છે. તેમાં વિધિઓ ચાલતી હતી ત્યારે જ આ વિસ્ફોટ થયો હતો.

મેક્ષિકોના ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં આવેલાં આ શહેરમાં થયેલા વિસ્ફોટ અંગે સોનારો પ્રાંતના ગવર્નર આલ્ફાન્ઝો કરાઝોએ તુર્ત જ ઇન્કવાયરી પણ શરૂ કરાવી દીધી છે. તેઓએ સોશ્યલ મીડીયા ઉપર આ દુર્ઘટના અંગે ખેદ દર્શાવતાં કહ્યું હતું કે મૃતકોમાં મોટાભાગનાં બાળકો હતાં તે ઘણું દુઃખદ છે. તેઓેએ તેમ પણ કહ્યું હતું કે વિસ્ફોટથી લાગેલી આગને લીધે અનેકને દાહ થયા હતા. જ્યારે ૨૩નાં મૃત્યુ થયાં હતાં.

આ ઘટના અંગે પ્રમુખ ક્વોડીયા શિનબોમે વેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે ત્યાં તમામ પ્રકારની સહાય પહોંચાડવા મેં વિવિધ ડીપાર્ટમેન્ટસને આદેશો આપી દીધા છે.

સોનોરા પ્રતિ સ્થિત હેડકોચે જણાવ્યું હતું કે તેઓે ૧૦ એમ્બ્યુલ્સ અને ૪૦ જેટલો સ્ટાફ રવાના કર્યો છે તેમાં તબીબો નર્સો અને બધર્સ (મેઇલ નર્સીસ) પણ સમાવિષ્ટ છે.

આ આગ તો બુઝાઈ ગઈ છે. પરંતુ આગ કયા કારણથી લાગી અને વિસ્ફોટ પણ કયાં કારણથી થયો તે વિષે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું અને તેને લીધે વિસ્ફોટ થયો હોવાનું અનુમાન બંધાઈ રહ્યું છે. જો કે આ કોઈ આતંકી કૃત્ય ન હોવાનું પ્રાથમિક અંદાજમાં જાણવા મળ્યું છે.