World

ક્રોએશિયાના 200 નાવિકોએ 460 વર્ષ પહેલા ગોવામાં બનાવ્યું હતું ચર્ચ, ભારત સાથે છે ભાવનાત્મક સંબંધ

By GS TEAM
19 Jun 20251 min read
ક્રોએશિયાના 200 નાવિકોએ 460 વર્ષ પહેલા ગોવામાં બનાવ્યું હતું ચર્ચ, ભારત સાથે છે ભાવનાત્મક સંબંધ

નવી દિલ્હી,19 જૂન,2025, ગુરુવાર 

તાજેતરમાં યુરોપના નાનકડા દેશ ક્રોએશિયાની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી હતી. ક્રોએશિયા ભારતની વિદેશનીતિ અને વલણ સાથે હંમેશા સમર્થન આપતું રહયું છે. આ ક્રોએશિયા સાથે ભારતના ગોવા સાથે ખાસ કનેકશન છે. ગોવાથી ૪ કિમી દૂર આવેલા ગોન્ડલીમ વિસ્તારમાં ૧૬ મી સદીમાં કેટલાક નાવિકો અને વેપારીઓ આશરો લીધો હતો.

જો કે ૨૦૦ જેટલા ક્રોએશિયન લોકો લાંબો સમય રોકાયા નહી પરંતુ રોકાણ દરમિયાન ઇસ ૧૫૬૩માં એક ચર્ચ બનાવ્યું હતું જેને સેન્ટ બ્લેઝ કે સાઓ બ્રેઝના નામથી ઓળખવામાં આવે છે. કંબર્જુઆ નહેર પાસે આ ચર્ચ આજે પણ લોકોને ક્રોએશિયા સાથેના ભાવનાત્મક સંબંધથી જોડે છે.માત્ર સ્થાનિક લોકો જ નહી ક્રોએશિયાથી આવતા ટૂરિસ્ટ પણ ગોન્ડલિન નામના સ્થળે જવાનું ચૂકતા નથી. ક્રોએશિયાના એક સ્કોલર મહિલા ભારતમાં સંસ્કૃત ભાષા પર રિસર્ચ કરતા હતા ત્યારે પોતાના દેશ અને ભારત વચ્ચેના આ પ્રાચીન સંબંધ અંગે ખુલાસો કર્યો હતો.

૧૯૯૯માં ક્રોએશિયાનું પ્રથમ પ્રતિનિધિ મંડળ પણ ગોન્ડલિમ આવ્યું હતું. ૧૫ સભ્યોની ટીમ સાથે ભારતમાં ક્રોએશિયાના રાજદૂત જોરાત એડ્રિક પણ જોડાયા હતા. ગોવા અને ક્રોએશિયા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે આ પ્રતિનિધિ મંડળે પ્રયાસો કરતા ક્રોએશિયાં ગોન્ડલિમ સ્થળ અંગેની જાણકારી વધી હતી. આ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘણી વાર ક્રોએશિયાના પ્રવાસી ગોન્ડલિમમાં ચર્ચ પાસે જોવા મળે છે.