Get The App

વિશ્વમાં ૨.૩ અબજ લોકો ગંભીર પ્રકારની ખાધ અસુરક્ષાથી પીડિત, ૪ વર્ષમાં ૩૩.૫ કરોડ લોકો વધ્યા

વૈશ્વિક આર્થિક અસમાનતા હવે આફતના સ્તરે પહોંચી ગઇ છે.

ભારતની વાત કરીએ તો એક ટકા લોકોની સંપતિ ૬૨ ટકા વધી

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વમાં ૨.૩ અબજ લોકો  ગંભીર પ્રકારની ખાધ  અસુરક્ષાથી પીડિત,  ૪ વર્ષમાં ૩૩.૫ કરોડ લોકો વધ્યા 1 - image

નવી દિલ્હી,૪ નવેમ્બર,૨૦૨૫,મંગળવાર 

ભારતમાં સૌથી ધનવાન ગણાતા એક ટકો લોકોની સંપતિમાં ૨૦૦૦ થી ૨૦૨૩ સુધીમાં ૬૨ ટકા જેટલો વધારો થયો છે. દક્ષિણ આફ્રિકાની જી ૨૦ અધ્યક્ષતામાં બહાર પાડવામાં અહેવાલમાં આ બાબતનો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નોબેલ પુરસ્કાર વિજેતા જોસેફ સ્ટિગ્લિટ્ઝના વડપણ હેઠળ થયેલા અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે વૈશ્વિક આર્થિક અસમાનતા હવે આફતના સ્તરે પહોંચી ગઇ છે. આથી લોકશાહી, આર્થિક સ્થિરતા અને જળવાયુ પ્રગતિ સામે સંકટ ઉભું થયું છે.

વૈશ્વિક અસમાનતા પર સ્વતંત્ર નિષ્ણાતાની જી ૨૦ ખાસ સમિતિએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે એક ટકા સૌથી અમીર લોકોની છેલ્લા ૨૪ વર્ષમાં સરેરાશ ૪૧ ટકા જેટલી સંપતિ વધી છે. જયારે આનાથી વિપરિત નીચેના સ્તરના લોકોની ભાગીદારી માત્ર ૧ ટકો જેટલી જ વધી છે. આ સમિતિએ અર્થશાસ્ત્રી જયતિ ઘોષ,વિની બયાનીમા અને ઇમરાન વાલોદિયાનો સમાવેશ થાય છે. ભારતની વાત કરીએ તો એક ટકા લોકોની સંપતિ ૬૨ ટકા વધી છે જયારે ચીનમાં આ આંકડો ૫૪ ટકા જેટલો છે. આર્થિક અસમાનતા ખૂબજ પેચિંદી સમસ્યા છે. જેને રાજકિય ઇચ્છાશકિતથી સુધારવી શકય છે.આર્થિક અસમાનતા ધરાવતા દેશોમાં  આર્થિક સમાનતા ધરાવતા દેશોની સરખામણીમાં લોકતાંત્રિક પતન થવાની શકયતા સાત ગણી વધી જાય છે. વર્ષ ૨૦૨૦થી વૈશ્વિક ગરીબીમાં ઘટાડો લગભગ અટકી ગયો છે. કેટલાક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ ઉલટી બની છે.

દુનિયામાં ૨.૩ અબજ લોકો મધ્યમ કે ગંભીર પ્રકારની ખાધ સુરક્ષાનો સામનો કરી રહયા છે. આ આંકડો વર્ષ ૨૦૧૯માં હતો તેની સરખામણીમાં ૩૩.૫ કરોડ વધારે છે. દુનિયાની અડધી વસ્તી હજુ પણ આવશ્યક આરોગ્ય સેવાઓથી વંચિત છે. ૧.૩ અબજ લોકોએ આજીવિકામાંથી વ આરોગ્ય પર ખર્ચ કરવો પડતો હોવાથી ગરીબીમાં જીવવા મજબૂર છે. વૈશ્વિક સ્તરે સમન્વય સાધીને પ્રયાસા કરવાની તાતી જરુરિયાત છે આ સંબંધમાં જી ૨૦ની ભૂમિક ખૂબજ મહત્વની છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર વૈશ્વિક ટ્રન્ડ  પર નજર રાખવા માટે તથા નીતિ નિર્માણમાં માર્ગદર્શન કરવાના હેતુસર તેમજ જળવાયુ પરિવર્તન પર આંતર સરકારી સમિતિ (આઇપીસીસી)ની પેટર્ન હેઠળ એક આંતરરાષ્ટ્રીય અસમાનતા સમિતિ (આઇપીઆઇ)ની રચના કરવાનો પ્રસ્તાવ છે.