Get The App

180 દિવસમાં 180ને મોતની સજા સઉદી અરબસ્તાનમાં ગજબની ઘટના

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
180 દિવસમાં 180ને મોતની સજા સઉદી અરબસ્તાનમાં ગજબની ઘટના 1 - image


- એમ્નેસ્ટી-ઇન્ટરનેશનલનો ચોંકાવનારો અહેવાલ

- મોટા ભાગે 'ડ્રગ-ટ્રફિકીંગ' માટે દેહાંત-દંડની સજા કરાઈ હતી, ડ્રગ-દાણચોરી માટે 'ઇન્ટરનેશનલ-લો' મૃત્યુ દંડની સજા નકારે છે

રીયાધ : સાપરાધ-મનુષ્યવધ સિવાય કોઈને મૃત્યુ દંડ નહીં અપાય તેવા સઉદી અરબસ્તાનના ક્રાઉન પ્રિન્સ મહમ્મદ બિન સલમાનનાં વચન છતાં સઉદી અરબસ્તાનમાં મૃત્યુદંડની સજા આપી રહી છે. જેમાં બહુસંખ્ય અપરાધીઓ નશાકારક દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા હતા. તે અપરાધીઓ ગરીબ દેશોમાંથી આવેલા અતિગરીબો હતા કે જેમની પાસે કાનૂની બચાવ માટે વકીલો રોકવાના પૈસા પણ ન હતા.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય કાનૂનનો ડ્રગની દાણચોરી કે હેરાફેરી માટે દેહાંડ દંડની સજા નકારે છે. પરંતુ સઉદી અરબસ્તાનમાં હજીયે મધ્ય યુગી કાનૂનો જ અમલી રહ્યા છે. તેથી કેટલાયે ના-છૂટકે ગરીબીને લીધે ડ્રગની દાણચોરી કરે અને તેમાં પકડાય તો તેમને ફાંસીએ લટકાવવાને બદલે શિરચ્છેદ કરીને જ મૃત્યુદંડ અપાય છે. તે રીતે એક દિવસમાં ૮ અપરાધીઓનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. કારણ સીધું અને સાદું હતું ફાંસી માટે ૮ માંચડા ક્યાંથી રચી શકાય. જે ૮નો શિરચ્છેદ કરવામાં આવ્યો તે પૈકી ૪ સોમાલી હતા, ૩ યુથોપિયન્સ હતા આ ગરીબ અપરાધીઓને તાઝિર કાનૂન નીચે મૃત્યુદંડ અપાયો હતો.

જુલાઈ ૨૦૨૫ માં એમ્નેસ્ટી-ઈન્ટરનેશનલના અહેવાલ પ્રમાણે જાન્યુઆરી ૨૦૧૪થી જૂન ૨૦૨૫માં ૧,૮૧૬ અપરાધીઓને મૃત્યુદંડ અપાયો હતો. તે દેહાંત દંડ પામેલામાં દર ત્રણમાંથી એક અફીણ, મારીજુવા, હશીશ જેવાં ડ્રગની દાણચોરી કે હેરાફેરી માટે પકડાયેલા હતા. 

વાસ્તવમાં ડ્રગ સાથે સંકળાયેલા અપરાધો માટે દેહાંત દંડની સજા ન થાય તેમ આંતરરાષ્ટ્રીય કાનૂન સ્પષ્ટ રીતે જણાવે છે. છતાં જેમને મૃત્યુદંડ અપાયો તેના આંકડા આ પ્રમાણે છે.

* ૨૦૧૪ જાન્યુઆરીથી ૨૦૨૫ જૂન સુધીમાં કુલ દેહાંતદંડ ૧૮૧૬.

* ૨૦૧૪ જાન્યુ.થી ૨૦૨૫ જૂન સુધીમાં કુલ દેહાંતદંડ ૫૭૯ જે ડ્રગ સંબંધી ગુનાહ માટે કરાયા હતા તે.

* ડ્રગ-સંબંધી ગુના માટે કરાયેલા મૃત્યદંડની ટકાવારી - ૩૨.૯ ટકા

ઉક્ત ગુનાહોમાં મૃત્યુદંડ અપાયેલા અપરાધીઓમાં વિદેશી અપરાધીઓ ૭૫ ટકા

* એક જ વર્ષ ૨૦૨૪માં મૃત્યુદંડ ૩૪૫ (છેલ્લાં ૩૦ વર્ષમાં સૌથી વધુ)

* આ પૈકી ડ્રગ-સંબંધી ગુનાહોમાં મૃત્યુદંડ (૨૦૨૪માં) ૧૨૨ (કુલ મૃત્યુઆંક ૩૫ ટકા)

*૨૦૨૪માં ૧૫ દેશોના ૧૩૭૦ વતનીઓને મૃત્યુદંડ.

* ૨૦૨૫ના જાન્યુ.થી જૂન (૧૮૦ દિવસમાં) ૧૮૦ને મૃત્યુદંડ 

* જૂન મહિનામાં (૨૦૨૫) ૪૬ને મૃત્યુદંડ (શિરચ્છેદ)

* જૂન મહિનામાં (૨૦૨૫) ડ્રગ-સંબંધી ગુના માટે ૩૭ને મૃત્યુદંડ

આ પૈકી છેલ્લાં ૧૦ વર્ષમાં જેમને મૃત્યુદંડ અપાયો હતો તેમાં સૌથી વધુ પાકિસ્તાનીઓ છે.

* પાકિસ્તાની ૧૫૫, 

* સીરીયન ૬૬, 

* જોર્ડનિયન્સ: ૫૦, 

* યમની : ૩૯, 

* ઈજીપ્શ્યન ૩૩, 

* નાઇજીરિયન ૩૨, 

*સોમાલી ૨૨, 

* ઇથોપિયન ૧૩. 

Tags :