World

રશિયાએ ફરી કીવ પર કરી ભયાવહ એરસ્ટ્રાઇક, 14ના મોત, 44થી વધુ ઘાયલ

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
વિશ્વમાં જિઓ-પોલિટિકલ તણાવ સતત વધી રહ્યો છે. એકબાજુ ઇઝરાયલ-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ છેડાયું છે, તો બીજી બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે પણ હુમલાઓ ચાલુ છે. આજે મંગળવારે રશિયાએ કીવ પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા. જેમાં 14 લોકો માર્યા ગયા છે અને 44થી વધુ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયાએ ફરી કીવ પર કરી ભયાવહ એરસ્ટ્રાઇક, 14ના મોત, 44થી વધુ ઘાયલ

Russia And Ukraine War: વિશ્વમાં જિઓ-પોલિટિકલ તણાવ સતત વધી રહ્યો છે. એકબાજુ ઇઝરાયલ-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ છેડાયું છે, તો બીજી બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે પણ હુમલાઓ ચાલુ છે. આજે મંગળવારે રશિયાએ કીવ પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા. જેમાં 14 લોકો માર્યા ગયા છે અને 44થી વધુ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

સત્તાવાર ધોરણે કીવના ઇન્ટિરિયર મિનિસ્ટર (ગૃહમંત્રી) ઇહોર ક્લીમેન્કોએ  જણાવ્યા પ્રમાણે, રશિયાએ કીવની આસપાસ કુલ 27 સ્થળોએ મંગળવારે ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા. જેમાં તેણે રહેણાંક વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ, અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. આજે અમારા દુશ્મને ફરી એકવાર અમારી પર ડ્રોન અને મિસાઇલ વડે હુમલો કર્યો છે. જે ફેબ્રુઆરી, 2022માં શરુ થયેલા યુદ્ધથી અત્યારસુધીમાં રશિયા દ્વારા થયેલા મોટા હુમલાઓ પૈકી એક છે.

  

કીવમાં હવાઈ હુમલાના ઍલર્ટ

રશિયાના આ ભયાવહ હુમલા બાદ કીવમાં સાત કલાકથી વધુ સમય માટે હવાઈ હુમલાના ઍલર્ટ આપવામાં આવ્યા હતા. શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દેશની રાજધાની સિવાય અન્ય પ્રદેશોમાં પણ રશિયા હુમલા કરી રહ્યું છે. જેમાં ઓડેસામાંના દક્ષિણ પ્રદેશમાં થયેલા હુમલામાં 13 લોકો ઘવાયા હતા. જ્યારે અન્ય એક પ્રદેશમાં એક જણને ઈજા થઈ હતી.

બંને દેશોના એકબીજા પર હુમલા

યુક્રેન અને રશિયા છેલ્લા ત્રણથી વધુ વર્ષથી યુદ્ધ કરી રહ્યું છે. જેમાં આ વર્ષે બંને વચ્ચે શાંતિ મંત્રણાની વાતોએ જોર પકડ્યું હતું. પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. એવામાં બંને દેશોએ છેલ્લા કેટલાક સપ્તાહથી ફરી એકબીજા પર હુમલા શરુ કર્યા છે. રશિયાની ડિફેન્સ મિનિસ્ટ્રીએ ગઈકાલે મંગળવારે જણાવ્યું હતું કે, અમારા એર ડિફેન્સ યુનિટે યુક્રેન દ્વારા રશિયા પર છોડવામાં આવેલા 147 ડ્રોન તોડી પાડ્યા હતા.