Get The App

120 ઇઝરાયલી એલિટ કમાન્ડોઝે સીરિયામાં હૂમલો કરી 3 કલાકમાં જ મિસાઇલ પ્લાંટ ખતમ કર્યો

Updated: Jan 4th, 2025

GS TEAM

Google News
Google News
120 ઇઝરાયલી એલિટ કમાન્ડોઝે સીરિયામાં હૂમલો કરી 3 કલાકમાં જ મિસાઇલ પ્લાંટ ખતમ કર્યો 1 - image

- એક પણ ઇઝરાયલી સૈનિકને ઇજા થઇ ન હતી

- સપ્ટે. 8 2024ના દિવસે કરેલા આ હુમલાની વિગતો ઇઝરાયલી એરફોર્સે છેક જાન્યુ. 2, 2025ના દિને આપી

નવી દિલ્હી : ઇઝરાયલી એરફોર્સે સપ્ટેમ્બર ૮ના દિવસે હાથ ધરેલાં હાઈ-સ્ટેક ઓપરેશનની વિગતો છેક ગુરૂવાર ૨-૧-૨૫ના દિવસે સાંજે જાહેર કરી હતી. જેમાં જણાવ્યું હતું કે માત્ર ૧૨૦ એલિટ (ચુનંદા) ઇઝરાયલી કમાન્ડોઝે સીરિયાની મિસાઇલ ફેક્ટરીનો માત્ર ૩ જ કલાકના ઓપરેશનમાં નાશ કર્યો હતો. પરંતુ આ સમગ્ર ઓપરેશન દરમિયાન એક પણ ઇઝરાયલી સૈનિકને ઇજા પણ થઇ ન હતી.

આ ઓપરેશનનું નામ તેને ઓપરેશન - મેની વેઇઝ રાખ્યું હતું તે માટે તે ગુપ્ત રીતે લાંબા સમયથી તૈયારીઓ પણ હાથ ધરી હતી.

ઇઝરાયલને પાકી જાસૂસી માહિતી મળી ગઈ હતી કે સીરિયા અને ઇરાને સંયુક્ત રીતે રચેલી આ મિસાઇલ ફેકટરી પશ્ચિમ સીરિયાના માસિયા નામક પર્વતીય વિસ્તારમાં છેક ભૂગર્ભમાં રાખવામાં આવી છે. આ વિસ્તાર સીરીયન ડીફેન્સ ફોર્સીઝનાં મુખ્ય મથક સમાન છે. અહીં બનતાં મિસાઇલ્સ સીરિયા ઇરાનનો ફ્લેગશિપ પ્રોગ્રામ હતો. અહીં તૈયાર થયેલાં મિસાઇલ્સ લેબેનોન સ્થિત હીઝબુલ્લાહ આતંકીઓ તથા અન્ય આતંકી સંગઠનોને પહોંચાડતાં હતાં, તેટલું જ નહીં પરંતુ સીરીયામાં અસદ તંત્રને પણ પહેલાં આપવામાં આવતાં હતાં.

આ સંકુલનો નાશ કરવા ઇઝરાયેલ વર્ષો સુધી ગુપ્ત રીતે રજેરજની માહિતી મેળવી તે માટેની યોજના ઘડી કાઢી. તેણે તે ભૂગર્ભ ફેકટરીનો પ્લાન મેળવી લીધો અને મિસાઇલ્સ બનાવવાનાં યંત્રો કયાં કયાં હોય છે તે જાણી લીધું તેટલું જ નહીં પરંતુ તે સંકુલમાં દાખલ થવાનાં ત્રણ પ્રવેશ દ્વારો ક્યાં છે તે પાક્કે પાયે જાણી લીધું અને તે પ્રવેશ દ્વારમાંથી મિસાઇલ્સ બનાવતાં યંત્રો તરફ કઇ રીતે જવાય છે. તેની રેખાઓ તે પ્લાનની પ્રતિકૃતિ ઉપર દોરી રાખી.

આ માટે બે વર્ષ સુધી મહેનત ઇઝરાયલી સેના અને એરફોર્સે કરી હતી.

આ પછી નિશ્ચિત દિવસે ઇઝરાયલનાં પ્રબળ હેલિકોપ્ટર્સ ભૂમધ્ય સમુદ્ર પર થઇ સીરીયા ઉપર પહોંચ્યા અચાનક જ આવેલાં આ ચોપર્સ અને તેમાંથી અચાનક જ ઉતરેલા કમાન્ડોઝ જોઇ ગાર્ડઝ ચકિત થઇ ગયા. કમાન્ડોઝે તેમને પતાવી દીધા. ફેકટરીમાં ઘૂસી ગયા. રીમોટ કંટ્રોલથી ચાલતા વિસ્ફોટકો મુકતાં પહેલાં ફેકટરીમાં રહેલા તમામને ગોળીએ દીધા. પછી તુર્ત જ બહાર આવી હેલિકોપ્ટર્સમાંથી નીચે લટકતી સીડીઓ દ્વારા ચોપર્સમાં ચઢી ગયા રીમોટથી વિસ્ફોટકો ફોડયા. સીરીયા ઇરાનની સંયુક્ત ફેકટરીનો નાશ થઇ ગયો.

ઇઝારયલના આ એલિટ કમાન્ડોઝ જે હેલિકોપ્ટર્સમાં ગયા હતા તે સી-એચ-૫૩ પ્રકારનાં યાસુર શ્રેણીનાં હેલિકોપ્ટર્સ હતાં. તેને રક્ષવા તે ચોપર્સની બંને બાજુએ એ.એચ.૬૪ પ્રકારનાં સશસ્ત્ર હેલિકોપ્ટર્સ હતાં. તે સર્વેને રક્ષવા પાંચ ડ્રોન્સ અને તેની ઉપર ૨૧ ફાઈટર જેટ્સ હતાં તે સર્વેની ફરતાં ૧૪ રીકોનેસાં (રેડાર સાથેનાં જાસૂસી) વિમાનો ઉડતાં હતાં. જે કમાન્ડોઝને લઇ જતાં હેલિકોપ્ટર્સને માહિતી પહોંચાડતાં હતાં.

આમ પ્રચંડ તૈયારીઓ કરી દમાસ્કસ જેટલી જ સુરક્ષા અને સલામત ધરાવતા તે વિસ્તારને ફેકટરીઓને ખતમ કરી ઇઝરાયલે ઇરાન સીરીયા લેબેનોન સ્થિત હીઝબુલ્લાહ તે સર્વેને ભારે પછડાટ આપી છે.