VIDEO : 11 હાઈડ્રો પાવર પ્લાન્ટ, 40 રસ્તા, 19 પુલ, 10થી વધુ બેંકો તબાહ : પૂરથી નેપાળમાં હાહાકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Flood : નેપાળમાં આવેલા ભીષણ પૂરના કારણે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટો ફટકો પડ્યો છે. રસ્તાઓ, પુલો, વીજ ઉત્પાદન, બેન્કિંગ વ્યવસ્થા, ટેલિકોમ નેટવર્ક અને સરકારી ઇમારતો સુધી પૂરના કારણે ભારે નુકસાન થયું છે, જેના લીધે અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

રસ્તા અને પુલોને વ્યાપક નુકસાન
પૂરના કારણે લગભગ 40 કિલોમીટર જેટલા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે અને 19 પુલોને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત રસુવા થી માલ્ખુ વચ્ચે 20 થી વધુ સસ્પેન્શન તેમજ મોટરેબલ પુલ ધસમસતા પ્રવાહમાં વહી ગયા છે, જેમાં ધાદિંગબેસીને જોડતો મહત્વનો પુલ પણ સામેલ છે. પુલ તૂટી જવાના કારણે ઘણા વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે અને વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
વીજ ઉત્પાદન ખોરવાયું
પૂરના પ્રકોપથી 11 હાઇડ્રો પાવર પ્લાન્ટ ક્ષતિગ્રસ્ત થયા છે. પ્લાન્ટ્સને નુકસાન થવાના કારણે 431 મેગાવોટ વીજળીનું ઉત્પાદન સિસ્ટમમાંથી બહાર થઈ ગયું છે, જેની સીધી અસર અસરગ્રસ્ત વિસ્તારોના વીજ પુરવઠા પર પડી છે.

બેન્કિંગ સેવાઓ પ્રભાવિત
નાણાકીય ક્ષેત્રને પણ પૂરનો મોટો માર પડ્યો છે. અડધા ડઝનથી વધુ બેંકો અને નાણાકીય સંસ્થાઓની ઓફિસો પાણીના પ્રવાહમાં વહી ગઈ છે, જ્યારે કુલ 12 થી વધુ બેંક શાખાઓને નુકસાન પહોંચતા કામગીરી અટકી ગઈ છે.
ટેલિકોમ નેટવર્ક અને વોર્નિંગ સિસ્ટમ ઠપ્પ
સંચાર વ્યવસ્થા પર પણ પૂરની ગંભીર અસર થઈ છે. NTC અને Ncell ના ટાવર્સ, ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ સહિત 25 થી વધુ ટેલિકોમ સાઈટ્સ ક્ષતિગ્રસ્ત થઈ છે. નેપાળ ટેલિકોમની ચીન સાથે જોડાતી ફાઈબર લાઇન પણ તૂટી ગઈ છે. આ સિવાય રસુવા, ધાદિંગ અને નુવાકોટમાં 6 સ્થળોએ લગાવેલી ફ્લડ અર્લી વોર્નિંગ સિસ્ટમ પણ તૂટી ગઈ છે.
જેલની ઇમારતને નુકસાન, 800 કેદી સુરક્ષિત
નુવાકોટના બિદુર-6 સ્થિત ખામ્પાકામ્પમાં સેન્ટ્રલ જેલનું વહીવટી મકાન અને નેપાળ પોલીસ સુરક્ષા યુનિટની બિલ્ડિંગ પ્રભાવિત થઈ છે. ઇમારતોની બહારની દીવાલો અને વાહનોને નુકસાન થયું છે, જોકે રાહતની વાત એ છે કે જેલમાં બંધ તમામ 800 કેદીઓ સુરક્ષિત છે.




