World

પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાં આતંકી હુમલાઓથી ધણધણી ઉઠ્યાં, 11ના મોત

By GS TEAM
25 Feb 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનમાં આતંકવાદીઓએ ફરી એકવાર લોહીની હોળી ખેલી છે. પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા બે અલગ-અલગ હુમલાઓમાં 9 સુરક્ષાકર્મીઓ સહિત કુલ 11 લોકોના મોત નીપજ્યા હતા. આ હુમલાઓએ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી દીધા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાં આતંકી હુમલાઓથી ધણધણી ઉઠ્યાં, 11ના મોત

AI Image



Pakistan 11 Died News | પાકિસ્તાનમાં આતંકવાદીઓએ ફરી એકવાર લોહીની હોળી ખેલી છે. પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા બે અલગ-અલગ હુમલાઓમાં 9 સુરક્ષાકર્મીઓ સહિત કુલ 11 લોકોના મોત નીપજ્યા હતા. આ હુમલાઓએ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી દીધા હતા.

પંજાબમાં આત્મઘાતી હુમલો

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ભક્કર જિલ્લામાં દજ્જલ ઇન્ટર-સ્ટેટ ચેકપોસ્ટ પર મંગળવારે રાતે એક ભયાનક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી 'અંસાર-ઉલ-ઇસ્લામ' નામના આતંકી સંગઠને લીધી હતી. હુમલાખોરની ઓળખ અબુ દર્દા તરીકે થઈ છે. ખાસ વાત એ છે કે, અગાઉ બરેલવી ઉગ્રવાદી સંગઠન તરીકે ઓળખાતા અંસાર-ઉલ-ઇસ્લામે પ્રથમ વખત આ પ્રકારના હુમલાની જવાબદારી સ્વીકારી છે.

ખૈબર પખ્તુનખ્વા (KPK) માં પોલીસ પર નિશાન

બીજી ઘટના ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ વિસ્તારમાં બની હતી. અહીં આતંકીઓએ પોલીસ વાહનને નિશાન બનાવીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ પુષ્ટિ કરી છે કે આ હુમલામાં એક વરિષ્ઠ અધિકારી સહિત પાંચ પોલીસકર્મીઓ અને બે સામાન્ય નાગરિકોના મોત થયા છે. આમ, એક જ દિવસમાં પાકિસ્તાનના બે અલગ-અલગ પ્રાંતોમાં આતંકીઓએ 11 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.

સુરક્ષા એજન્સીઓ હરકતમાં

આ હુમલાઓ બાદ પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. સુરક્ષા એજન્સીઓએ પ્રભાવિત વિસ્તારોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને નાકાબંધી કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયે આ હુમલાઓને પાકિસ્તાનની સ્થિરતા સામે મોટું જોખમ ગણાવ્યું છે.