૧૦૧ વર્ષના દાદી રોજ કરે છે બેલી ડાંસ, ઉંમરને હરાવવી હોયતો શોખ જીવંત રાખો

હેલ્ધી અને ફીટ રહેવાની ટીપ્સ માંગ તો ડાંસ કરવાની પ્રેરણા આપે છે

૮ વર્ષની ઉંમરે ટીવી પર એક ડાન્સ કાર્યક્રમમાં ડેબ્યૂ કર્યું હતું

Updated: Jan 25th, 2023


લંડન,૨૫ જાન્યુઆરી,૨૦૨૩,બુધવાર 

દરેક વ્યકિતની ઉંમર ક્ષણથી શરુ કરીને વર્ષ સુધી આગળ વધતી રહે છે. વર્ષ બદલાય એટલે ઉંમરનો આંકડો બદલાય છે. કેટલાક માટે ઉંમર એ માત્ર આંકડો હોય છે તેમના જીવન પર કોઇ જ અસર હોતી નથી. એવા અનેક સ્ટડીઝમાં સાબીત થયું છે કે જે લોકો ખૂશ અને આનંદિત રહે છે અને જીવન માટે સકારાત્મક વલણ ધરાવે છે તે લાંબું આયુષ્ય ધરાવે છે.

 બ્રિટનના સકસેસ શહેરમાં રહેતા ૧૦૧ વર્ષના એક દાદીની વાત પણ ન્યારી છે. તેમના વર્તન અને હાવભાવ પર ઉંમરની કોઇ જ અસર વર્તાતી નથી. તે સ્વસ્થ રહીને ખૂશ કહીને રોજ ડાંસ કરે છે એમ નહી તેઓ ડાન્સ છે એટલે ખૂશ રહે છે. અંગમરોડની દ્વષ્ટ્રીએ અઘરો ગણાતો બેલી ડાન્સ કરે છે. ડિંકી ફલાવર્સ નામના આ વૃધ્ધ મહિલા બ્રિટનમાં ૧૦૦ વર્ષ પાર કરી ગયેલી કેટલીક ચુંનદા મહિલાઓમાં સ્થાન ધરાવે છે. 

તેમને પરીવારમાં ચાર પૌત્રો છે. તેમનો ઉદે્શ લોકોને ડાંસ થકી ખૂબ ખૂશ રહી શકાય છે તે સમજાવવાનો છે. ડિંકી દાદી પાસે કોઇ હેલ્ધી અને ફીટ રહેવાની ટીપ્સ માંગ તો ડાંસ કરવાની પ્રેરણા આપે છે. દાદી માને છે કે લોકો રોજ કલાકો સુધી બેસી રહે છે પરંતુ સ્વાસ્થ્ય માટે ડાન્સ કરીને શરીર હલાવતા રહેવું પણ જરુરી છે. તમે ૩૦ વર્ષના હોવો કે ૧૦૦ વર્ષના એનાથી શું ફર્ક પડે છે ? 

 પોતે એક પણ દિવસ ડાંસ કર્યા વિના રહી શકતી નથી. તે બીજાને સલાહ આપે છે કે કોઇ પણ ઉંમરે ડાંસ કરવાની શરુઆત કરી શકાય છે. ડીંકી દાદી માત્ર ૩ વર્ષના હતા ત્યારથી જ ડાંસમાં રસ ધરાવે છે. તેઓ વર્ષોથી એક ડાંસ સ્કૂલ ચલાવે છે. નવાઇની વાત તો એ છે કે પોતાની સ્કૂલમાં દરરોજ જાય છે અને બાળકો સાથે નાચવા લાગે છે. 

સકસેસમાં રહેતા દાદી ૧૦૧ વર્ષની ઉંમરે પણ વ્યસ્ત જીવનશૈલી ધરાવે છે. તેઓ જરુર પૂરતો જ આરામ કરે છે.  તે માત્ર ચૂસ્ત અને ફિટ રહેવા માટે જ નહી ડાંસ જીવનનું અદભૂત અંગ પણ છે. સૌથી નવાઇ વાગે તેવી વાત એ છે કે ડિંકી દાદીએ ૯૮ વર્ષની ઉંમરે ટીવી પર એક ડાન્સ કાર્યક્રમમાં ડેબ્યૂ કર્યું હતું. આ ડેબ્યુ સાથે જ દાદીને સૌ વધુ ઓળખતા થયા હતા. દાદીનું ઉદાહરણ એ સમજાવવા માટે પૂરતું છે કે જો તમારે ઉંમરને હરાવવી હોયતો શોખને જીવંત રાખવો જરુરી છે.


    Sports

    RECENT NEWS