10થી વધુ હુમલાખોરો નાગરિકો પર તુટી પડયા
મહિનામાં બીજો સામૂહિક નરસંહાર, ૬ ડિસેમ્બરના હુમલામાં પણ બાળક સહિત 12 લોકોનો ભોગ લેવાયો હતો
આ ઘટના એક પબ (શરાબખાના) પાસે થઈ હતી. હુમલાખોરે અચાનક જ રસ્તા ઉપર જતા આવતા લોકોને નિશાન બનાવવા શરૂ કર્યું. તે સાથે ચીસાચીસ શરૂ થઈ ગઈ. ૧૦ લોકોનાં સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં. ઘણાંને ઇજાઓ થઈ હતી. તે પૈકી ૧૦ને વધુ ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ગોળીબારીની ઘટના બની તે સ્થળની નજીક જ સોનાની ખાણ આવેલી છે. તેમાં ઘણા મજૂરો કામ કરે છે અને ત્યાં ગેરકાયદે દારૂનાં પીઠાં પણ ચાલે છે. આ હુમલાખોર નાસી ગયો હતો. દક્ષિણ આફ્રિકામાં હમણાં હમણાંથી ગોળીબારીની કેટલીયે ઘટનાઓ બની રહી છે. ૬ ઠ્ઠી ડિસેમ્બરે કેટલાક બંદૂકધારીઓએ એક હોસ્ટેલ પર હુમલો કર્યો હતો. તેમાં ઓછામાં ઓછા ૧૨નાં મૃત્યુ થયાં હતાં.


