World

જોહાનીસબર્ગમાં અંધાધુંધ ગોળીબાર 10ના મોત, 10થી વધુ લોકો ઘાયલ

By GS TEAM
22 Dec 20251 min read
જોહાનીસબર્ગમાં અંધાધુંધ ગોળીબાર 10ના મોત, 10થી વધુ લોકો ઘાયલ

10થી વધુ હુમલાખોરો નાગરિકો પર તુટી પડયા

મહિનામાં બીજો સામૂહિક નરસંહાર, ૬ ડિસેમ્બરના હુમલામાં પણ બાળક સહિત 12 લોકોનો ભોગ લેવાયો હતો

જોહાનીસબર્ગ: દક્ષિણ આફ્રિકામાં જોહાનીસબર્ગની પાસે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૦નાં મોત થયાં છે. અન્ય ૧૦ને ઇજાઓ થઈ છે. ઇજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર છે. એએફપીએ પોલીસના હવાલે આ માહિતી આપી છે. એજન્સીએ જણાવ્યું છે કે અજ્ઞાાત બંદૂકધારી જોહાનીસબર્ગ પાસેના એક ગામમાં આ ગોળીબારી થઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ પાછળનો હુમલાખોરનો હેતુ જાણી શકાયો નથી. 

આ ઘટના એક પબ (શરાબખાના) પાસે થઈ હતી. હુમલાખોરે અચાનક જ રસ્તા ઉપર જતા આવતા લોકોને નિશાન બનાવવા શરૂ કર્યું. તે સાથે ચીસાચીસ શરૂ થઈ ગઈ. ૧૦ લોકોનાં સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં. ઘણાંને ઇજાઓ થઈ હતી. તે પૈકી ૧૦ને વધુ ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ગોળીબારીની ઘટના બની તે સ્થળની નજીક જ સોનાની ખાણ આવેલી છે. તેમાં ઘણા મજૂરો કામ કરે છે અને ત્યાં ગેરકાયદે દારૂનાં પીઠાં પણ ચાલે છે. આ હુમલાખોર નાસી ગયો હતો. દક્ષિણ આફ્રિકામાં હમણાં હમણાંથી ગોળીબારીની કેટલીયે ઘટનાઓ બની રહી છે. ૬ ઠ્ઠી ડિસેમ્બરે કેટલાક બંદૂકધારીઓએ એક હોસ્ટેલ પર હુમલો કર્યો હતો. તેમાં ઓછામાં ઓછા ૧૨નાં મૃત્યુ થયાં હતાં.