વિશ્વમાં વર્ષે 1 અબજ ટન ફૂડ વેસ્ટ : ખાદ્ય ચીજોની કિંમતમાં સતત નવમા મહિને વધારો
- 'ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઈઝેશન' અને 'યુએન'ના રિપોર્ટ્સ
- ઘઉંનું વૈશ્વિક ઉત્પાદન 78 કરોડ ટનના વિક્રમે પહોંચશે
- જગતના 45 દેશોમાં અનાજની ભારે અછત, ફૂડ ક્રાઇસીસની સ્થિતિ
રોમ/ન્યૂ યોર્ક : ખાદ્યાન્ન અંગેની સંયુક્ત રાષ્ટ્રસંઘની આંતરરાષ્ટ્રીય સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ-ફાઓ)એ આજે ફૂડ પ્રાઈઝ ઈન્ડેક્સ જાહેર કર્યો હતો. એ પ્રમાણે સતત નવમા મહિને આખા જગતમાં ખાદ્યાન્ન ચીજોની કિંમતમાં વધારો નોંધાયો હતો.
ફાઓ દ્વારા દર મહિને ફૂડ પ્રાઈઝ ઇન્ડેક્સ રજૂ થાય છે. આ ઈન્ડેક્સનો આંક 100 હોય તો ભાવ સમપ્રમાણ ગણવામાં આવે છે. ફેબુ્રઆરીનો ઈન્ડેક્સ 116 નોંધાયો હતો.
બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રસંઘે અહેવાલ આપ્યો હતો કે વિશ્વમાં વર્ષે જેટલું ફૂડ પેદા થાય છે, તેમાંથી 17 ટકા ફૂડ વેસ્ટ થાય છે. આ વેસ્ટ ફૂડની ગણતરી કરીએ તો 1.03 અબજ ટન જેટલો તેનો જથ્થો થાય.
સામે પક્ષે કરોડો લોકોને એક ટંક પુરતું ભોજન મળતું નથી. ફૂડની વૈશ્વિક વિતરણ વ્યવસ્થામાં ભારે અસમાનતા છે. આ ફૂડ વેસ્ટ પૈકી 61 ટકા તો ઘરમાં જ વેસ્ટ થાય છે, જ્યારે બાકીનું ફૂડ વેસ્ટ રેસ્ટોરાં અને ફૂડ ચેઈન્સમાં થાય છે.
ફેબુ્રઆરીનો આંક જાન્યુઆરી 2021 કરતાં 2.4 ટકા, જ્યારે ફેબુ્રઆરી 2020 કરતાં તો 26.5 ટકા વધારે ઊંચો છે. આ ઈન્ડેક્સ વૈશ્વિક સ્તરે ખાદ્યતેલ, ડેરી પ્રોડક્ટ, ખાંડ, અનાજ અને માંસના ભાવોમાં થતી વધ-ઘટના આધારે નક્કી થાય છે.
ફાઓ દ્વારા 45 દેશોના નામ જાહેર કરાયા હતા, જ્યાં ફૂડ ક્રાઈસિસ ચાલી રહી છે. કેમ કે 2020માં કૃષિ ઉત્પાદનો પર વિપરિત અસર થઈ છે. ઉત્પાદનો થયા એ વપરાશકારો સુધી પહોંચી શક્યા નથી. માટે ગરીબ દેશો જેઓ પહેલેથી ફૂડની અછત ભોગવે છે, ત્યાં ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે.
બીજી તરફ આ વર્ષે ઘઉંનું ઉત્પાદન વિશ્વમાં 78 કરોડ ટનના વિક્રમી આંકડે પહોંચવાની શક્યતા છે. રાષ્ટ્રસંઘના રિપોર્ટમાં કહેવાયુ છે કે બાય વન, ગેટ વન જેવી સ્કીમો હેઠળ લોકો બિનજરૂરી ફૂડ ખરીદ્યા પછી ખાઈ શકતા નથી. અમેરિકા જેવા અગ્રણી ગણાતા પણ ઓછી સમજણ ધરાવતા દેશોમાં આવા કિસ્સા વધારે બને છે.
સૌથી વધુ ફૂડ વેસ્ટ કોણ કરે છે?
અહીં સૌથી વધારે ફૂડ વેસ્ટ કરનારા દેશો અને ત્યાંના નાગરિકો વર્ષે સરેરાશ કેટલા કિલોગ્રામ ફૂડ વેસ્ટ કરે છે, તેના આંકડા રજૂ કર્યા છે. અગ્રણી 15 દેશોમાં ભારતનો સમાવેશ નથી થતો. ફૂડ વેસ્ટ કરનારા દેશોના લિસ્ટમાં ભારત 51 કિલોગ્રામ સાથે 21મા ક્રમે છે.
દેશ |
વેસ્ટ |
ઑસ્ટ્રેલિયા |
361 |
અમેરિકા |
278 |
તુર્કી |
168 |
સ્પેન |
165 |
જાપાન |
157 |
જર્મની |
154 |
મેક્સિકો |
149 |
ઈટાલી |
145 |
મોરક્કો |
135 |
પોર્ટુગલ |
135 |
જોર્ડન |
131 |
કેનેડા |
123 |
ટયુનિશિયા |
112 |
ફ્રાન્સ |
106 |
દ.કોરિયા |
95 |