Get The App

છેલ્લા ૩ વર્ષમાં યુક્રેન યુધ્ધમાં ૧.૨૦ લાખ રશિયન સૈનિકોના મોતની પુષ્ટી

રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ મૃતકોનું સરેરાશ આયુષ્ય ૩૯ વર્ષ છે

મૃતક સૈનિકોમાંથી લગભગ એક તૃતિયાંશ સૈનિકો ભાડાના હતા

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News


છેલ્લા ૩ વર્ષમાં યુક્રેન યુધ્ધમાં ૧.૨૦ લાખ રશિયન સૈનિકોના મોતની પુષ્ટી 1 - image

લંડન,૨૮,જુલાઇ,૨૦૨૫,સોમવાર 

યુક્રેન અને રશિયા વચ્ચેનું યુધ્ધ છેલ્લા ૩ વર્ષથી અવિરત ચાલતું રહયું છે. યુધ્ધ અટકાવવા માટે જેટલા પણ પ્રયાસો થયા છે તેમાં સફળતા મળી નથી. પશ્ચિમી દેશોની મદદથી યુક્રેન રશિયા સામે ટકી ગયું છે એટલું જ નહી રશિયાને ૧ લાખ કરતા વધુ સૈનિકોની ખુંવારી વેઠવી પડી છે. બ્રિટનની પ્રસારણ સેવા અને રશિયાની સ્વતંત્ર મીડિયા કેન્દ્ર મીડિયાઝોનાનું કહેવું છે કે યુક્રેન પર આક્રમણ કર્યા પછી ૧૨૦૦૦૦ જેટલા સૈન્યકર્મીઓના મુત્યુ વેઠવા પડયા છે. 

ફેબુ્રઆરી ૨૦૨૨માં યુક્રેન પર રશિયાએ આક્રમણ કર્યા પછી મીડિયા કેન્દ્રોએ સ્વતંત્ર રીતે સોશિયલ મીડિયા સહિત સાર્વજનિક જાણકારીના આધારે રશિયન સૈનિકોના મોતનું આકલન કરી રહયા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે રશિયાના મૃતક સૈનિકોમાંથી લગભગ એક તૃતિયાંશ સૈનિકો ભાડાના હતા જેમને આક્રમણ શરુ થયા પછી કરાર કરીને લાવવામાં આવ્યા હતા. રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ મૃતકોનું સરેરાશ આયુષ્ય ૩૯ વર્ષ છે તથા ક્ષેત્ર અનુસાર સૌૈથી વધુ મોત મધ્યવર્તી ગણરાજય બશ્કોર્તોસ્તાનના લોકોના થયા છે. અહેવાલમાં એવો પણ અંદેશો દર્શાવવામાં આવ્યો છે કે મૃતકોની વાસ્તવિક સંખ્યા ૨.૬૦ લાખથી પણ વધુ હોઇ શકે છે.

Tags :