મિથુન ચક્રવર્તીને વફાદારીનું ઇનામ: કેબિનેટ રેન્કનો હોદ્દો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- 76 વર્ષના મિથુનની જવાબદારીનો વ્યાપ વધારાશે
- ઇનસાઇડ સ્ટોરી
- એક સમય હતો ભાજપ મિથુન ચક્રવર્તીને સીએમનો ચહેરો બનાવીને ચૂંટણી જંગમાં ઉતર્યું હતું
એક સમય હતો કે જ્યારે ભાજપ પ.બંગાળમાં મિથુન ચક્રવર્તીને મુખ્યપ્રધાનનો ચહેરો બનાવીને ભાજપ ચૂંટણી જંગમાં ઉતર્યું હતું. પ.બંગાળમાં બોલીવૂડી ચહેરા કે સાઉથ ઇન્ડિયન હીરો કરતાં પણ વધુ મિથુન ચક્રવર્તીનો ચહેરો લોકપ્રિય છે. જોકે તે સમયે ભાજપ ડાબેરી પક્ષો કે મમતા બેનરજીની સામે હારતું આવ્યું હતું. હવે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી વાળી સરકાર છે ત્યારે તે પક્ષ તરફ વફાદારી બતાવનાર અભિનેતા મિથુન ચક્રવર્તીને ભૂલ્યું નથી. સતત હારતા પક્ષને વળગી રહેવું તે પણ એક પ્રકારની વફાદારી જ કહી શકાય. હવે મિથુનને બંગાળ સરકારમાં કેબિનેટ દરજ્જા સાથે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
૭૬ વર્ષના મિથુનની જવાબદારીનો વ્યાપ વધારાશે. વહીવટી વર્તુળોનું માનવું છે કે આગામી તબક્કામાં તેમની જવાબદારીઓનો વ્યાપ અને સલાહકાર તરીકેની તેમની ચોક્કસ ભૂમિકા સ્પષ્ટ થઈ જશે.
હાલમાં, આ દિગ્ગજ અભિનેતા શૂટિંગના સિલસિલામાં અલીપુરદ્વારમાં છે. ત્યાંથી મિથુને આ નવી જવાબદારી સોંપવા બદલ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીનો આભાર માન્યો છે. કેબિનેટ દરજ્જાનો હોદ્દો હોઇ મિથુનને કેબિનેટ પ્રધાનને મળતા તમામ લાભ અને સવલતો મળશે.
તાજેતરમાં, ન્યૂ ટાઉનમાં ઉત્તમ કુમાર ફિલ્મ સેન્ટરના શિલાન્યાસ સમારોહ દરમિયાન, મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે ચલચિત્ર ઉદ્યોગમાં મિથુન ચક્રવર્તીના યોગદાન અને પશ્ચિમ બંગાળ સાથેના તેમના જોડાણને ધ્યાનમાં રાખીને તેમને રાજ્ય સરકારના સાંસ્કૃતિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવશે.
શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે પર્યટન જેવા વિવિધ ક્ષેત્રો ઉપરાંત ઉત્તમ કુમારની શતાબ્દી ઉજવણી દરમિયાન પણ તેમની સલાહ માંગી હતી.
આ દિગ્ગજ અભિનેતા ૨૦૨૧ માં ભાજપમાં જોડાયા હતા. આ પહેલાં ૨૦૧૪ માં જ્યારે મમતા બેનર્જીએ તેમને રાજ્યસભા માટે નામાંકિત કર્યા ત્યારે તેમણે તૃણમૂલ કોંગ્રેસ સાથે ટૂંકો સમય ગાળ્યો હતો. જોકે, ૨૦૧૬ માં રાજીનામું આપી દીધું હતું.
પાંચ દાયકાની તેમની શાનદાર કારકિર્દીમાં, મિથુને અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તેનું નિર્માણ કર્યું છે, જેના કારણે બંગાળી સિનેમા જગતમાં તેમને 'મહાગુરુ'નું બિરુદ મળ્યું છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા ૭ ફેબુ્રઆરી ૨૦૧૪ ના રોજ યોજાયેલી પશ્ચિમ બંગાળ રાજ્યસભા વિધાનસભા ચૂંટણી માટે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ તરફથી નામાંકિત થયા બાદ ચક્રવર્તી સાંસદ બન્યા હતા. ૨૬ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ તેમણે રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું. ચક્રવર્તી ૨૦૨૧ ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા, ૭ માર્ચ ૨૦૨૧ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કૈલાશ વિજયવર્ગીયની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
૧૯૮૦ના દાયકાના ઉત્તરાર્ધમાં, ચક્રવર્તી પેનાસોનિક (Panasonic) ના ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર હતા. તેઓ ઇન્ટરનેટ ડોમેન રજિસ્ટ્રાર અને વેબ-હોસ્ટિંગ કંપની GoDaddy નો પણ ચહેરો હતા.
તેઓ શારદા મીડિયા ગુ્રપની માલિકીની બંગાળ મીડિયાના યુનિટ 'ચેનલ ૧૦' નો પણ ચહેરો હતા, અને બાદમાં તેમણે કહ્યું હતું કે જ્યારે શારદા ચિટફંડ કૌભાંડ સામે આવ્યું ત્યારે ''શારદાએ મારી બાકી રકમ ચૂકવી ન હતી''. ચક્રવર્તી પશ્ચિમ બંગાળ રાજ્ય માટે મણપ્પુરમ ગોલ્ડ લોનના બ્રાન્ડ એમ્બેસેડર પણ રહ્યા હતા.




