For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બજેટમાં રાહતનો આનંદ અદાણીના વિવાદે આંચક્યો

Updated: Feb 7th, 2023


ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

સંસદીય તપાસની માગ ફગાવાઇ હતી

મૂળ મુદ્દો એ હતો કે વિરોધ પક્ષો મોદી સરકારની પીછેહઠ જોવા માંગતા હતા 

બજેટ બહાર પડી ગયું છે. કોઇ પણ વર્ગને કોઇ ચોક્ક્સ રહાત અપાઇ નથી છતાં લોકોને રાહતનો એહસાસ થયો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામને તેમના સતત પાંચમા બજેટમાં મોટા ઉદ્યોગ ગૃહો અને સામાન્ય પ્રજા પર કોઇ ખાસ વેરા નથી ઝીંક્યા તે પણ હકીકત છે. કોરોના કાળની વત્તી ઓછી અસર ચાલુ હોવા છતાં નાણાપ્રધાન નાણા ખાદ્ય જીડીપીના ૬.૪ ટકા જેટલી રાખવામાં સફળ થયા હોઇ આર્થિક નિષ્ણાતો ખુશ છે એમ કહી શકાય.  રશિયાના યુક્રેન પરના આક્રમણ પછી ફ્યુઅલ અને ખાતરમાં વધેલા ખર્ચા છતાં આ ખર્ચ પચાવીને ભારતનું અર્થતંત્ર નાણા ખાધ્ય પર બહુ અસર વિહોણુ રહ્યું છે. સિતારામને કેવી રીતે ઓયોજન કર્યું તે બહુ આશ્ચર્યનો વિષય છે. 

હવે જ્યારે લોકસભાના જંગને ૧૬ મહિના બાકી રહ્યા છે અને નવ રાજ્યોમાં વિધાનસભાનો જંગ આ વર્ષે છે ત્યારે વડાપ્રધાને જેને રેવડી કલ્ચરની ઉપમા આપી છે તેવી રાહત સ્કીમો માટે તિજોરીનું મોં ખોલ્યું હોય એમ દેખાઇ આવે છે. મોદી સરકારના આ બીજી ટર્મના છેલ્લા બજેટમાં નાણા પ્રધાને અનેક રાહતો આપી છે. 

ભાજપના સૌથી મોટા ટેકેદાર એવા મધ્યમ વર્ગમાં આવતા નોકરીયાત વર્ગ માટે ટેક્ષ લિમિટ વધારીને નાણાપ્રધાને તેમને ખુશ કરી દીધા છે. સનિયર સિટીઝનોને રોકાણની મર્યાદા વધારી આપીને રાહત કરી આપી છે. જેના કારણે તે અન્ય રોકાણ સ્કીમો જેવી કે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ કે મ્યુચ્યલ ફંડમાં નાણા રોકી શકશે. રોકાણની મર્યાદા ૧૫ પરથી ૩૦ લાખની કરાઇ છે.  

જોકે બજેટમાં રાહતોનો આનંદ અદાણી ગૃપ અંગે અમેરિકાની કંપનીના અહેવાલે આંચકી લીધો હતો. હિડનબર્ગે અદાણીની કંપનીનો શોર્ટ સેલીંગનો રિપોર્ટ આપ્યો હતો. જે એમ કહેતો હતો કે અદાણી ગૃપના શેરો પરપોટા જેવા છે અને તે ગમે ત્યારે ફૂટી શકે છે. અદાણીએ ખુલાસોના ઘણા પ્રયાસો કર્યા પણ તેમની કંપનીના તૂટતા શેર બચાવી શક્યા નહોતા.  કેટલાક કલાકોમાંજ અદાણી ગૃપના શેર્સ એટલા તૂટયા કે વિશ્વના સૌથી પૈસાદારોની યાદીમાંથી તેમનું નામ ઉતરીને ૧૦માં કે ૧૧મા ક્રમે આવી ગયું હતું. બે ટ્રેડીંગ સેશનમાં તેમણે ૧૦૦ અબજ ડોલર ગુમાવ્યા હતા. તેમનેા ૨૦,૦૦૦ કરોડનો પબ્લીક ઇશ્યુ ભરાયો હતો પરંતુ તે અંતે પાછોે ખેંચી લીધો હતો. 

આટલો મોટો ફટકો ખાધા પછી પણ તે મુક્ેશ અંબાણી પછીના ક્રમે આવે છે.  બીજો ધક્કો અદાણીને રાજકીય તખ્તા પર વાગ્યો હતો. વિરોધ પક્ષોએ કહ્યું હતું કે છેલ્લા આઠ વર્ષમાં વડાપ્રધાન મોદીએ અદાણીને કરેલી મદદના કારણે તે વધુ પૈસાદાર થયા હતા અને તેમનો બિઝનેસ પ્રસર્યો હતો.  એસબીઆઇ અને એલઆઇસી જેવી સરકારી કંપનીઓએ અદાણી માટે પોતાના દ્રાર ખોલી આપ્યા હતા અને તેમને મોટી રકમની લોન આપી હતી.  એસબીઆઇ અને એલઆઇસી બંનેએ કહ્યું કે અમારા પૈસા સિક્યોર છે છતાં વિરોધ પક્ષે અદાણીના કેસમાં સંસંદીય તપાસની માંગણી કરી હતી જેને ફગાવી દેવાઇ હતી. મૂળ મુદ્દો એ હતો કે વિરોધ પક્ષો મોદી સરકારની પીછેહઠ જોવા માંગતા હતા. 

અહીં જ્યારે શોર્ટ સેલીંગનો વિવાદ છે ત્યારે ૧૯૮૦ના દાયકામાં   ધીરૂબાઇ અંબાણીએ ઉભી કરેલી નવી કંપની રીલાયન્સ ઇન્ડસ્ટ્રી સામે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સોર્ટ સેલીંગના દાવા કરાયા હતા. શોર્ટ સેલર્સને હતું કે ધીરૂભાઇ ૨૦-૨૧ કરોડ ભરી નહીં શકે પરંતુ તેમણેે સમયસર ૨૧ કરોડનો ચેક આપીને ડિલીવરી લઇ લીધી હતી. જોકે ત્યારે ે બજાર પર નિયંત્રણ કરનારા સેબી નહોતું.


Gujarat