FOLLOW US

આઠ વર્ષમાં મોદીને કોઇ પડકારી પણ શક્યું નથી

Updated: Jun 1st, 2022


- મોદીની મુત્સુદ્દીગીરીથી રાજકીય હરીફો ચિત્

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

વડાપ્રઘાન મોદીને સત્તા સંભાળે આઠ વર્ષ થયા પણ હજુ તે પ્રતિભાવંત રહ્યા છે. તેમના પક્ષ ભારતીય જનતા પક્ષની અંદરથી કે બહારથી તેમની સામે કોઇ પડકાર ઉભો કરી શક્યું નથી. ૨૦૧૪માં હતી તેના કરતાં વધુ સારી સ્થિતિ ભાજપની ૨૦૨૪માં હશે એમ દેખાઇ રહ્યું છે તે માટે મોદીના નેતૃત્વનેા આભાર માનવો જોઇએ. નથી તો કોઇ એન્ટી ઇનક્મબન્સી ફેક્ટર તેમને નડયું કે નથી તો કોઇ રાજકીય ચડ ઉતર તેમને નડી. આટલો લાંબો સમય સત્તા પર રહ્યા છતાં તેમની લોકપ્રિયતા હજુ અકબંધ રહી છે. જો આજે ચૂંટણીઓ યોજાય તો તે વધુ બેઠકો સાથે ફરી સત્તા પર આવી શકે એવી સ્થિતિ છે. 

મતદારોમાં વિશ્વાસ ઉભો કરવા તેમણે વિકાસના અનેક પગલાં લીઘા છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે મોદીએ અનેક સ્કીમો મુકી છે. વાજપેઇ-અડવાણીની જોડીએ પણ ભાજપ સત્તા પર હતું ત્યારે મધ્યમ વર્ગ માટે અનેક પગલાં લીધા હતા. પરંતુ લોકો તેમને વાણિયા બ્રાહ્મણની પાર્ટી તેમજ બિઝનેસ વિરોધી પાર્ટી તરીકે ઓળખાતી હતી. મોદીના કેસમાં એવું છે કે તે પોતેજ ઓબીસી છે. તેમણે ગરીબોના વેલફેર માટે અનેક પગલાં લીધા છે. 

મોદીના નેતૃત્વ હેઠળ પક્ષ બહુ મોટા વર્ગમાં લોકપ્રિય બની ગયો છે. દેશના દરેક ખૂણે ભાજપ પક્ષની હાજરી જોવા મળે છે. પક્ષની દક્ષિણમાં ઓછી હાજરી છે પરંતુ ત્યાં પણ ભગવાની હાજરી ઉભી થઇ રહી છે. મૂળ વાત એ છે કે જ્યાં ભાજપ નહોતું ત્યાંં ભગવાના બીજ રોપવામાં આવ્યા છે. વડાપ્રધાનના નંબર ટુ તરીકે ગણાતા અમીત શાહ પણ પક્ષના દોરી સંચાર પ્રમાણે સક્રીય રીતે કામ કરી રહ્યા છે. 

એક સમયે જે કોંગ્રેસનું પ્રભુત્વ હતું તે હવે ઓસરી રહ્યું છે. ભાજપે તેની બિનવિવાદાસ્પદ લીડરશીપ પર ભરોસો મુક્યો છે.  ભાજપે દેશમાં પોતાની મજબૂત રાજકીય સ્પેસ બનાવી છે. પ્રાદેશિક પક્ષો રાષ્ટ્રીય સ્તરે કોઇ ઉપજ ઉભી કરી શક્યા નથી માટે ભાજપને વધુ મજબૂત થવાની તક મળી હતી. જેના કારણે મોદી સામે કોઇ મજબૂત પડકાર ઉભો ના થઇ શક્યો.

એ પણ હકીકત છે કે મોદીની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેમણે મુકેલી વેલફેર સ્કીમો છે. હજારો ટોઇલેટ બાંધવા, કૂકીગ ગેસ સિલીન્ડર, ગામડાના ઘરોમાં નળ વાટે પાણી, ગરીબો માટે ઘર જેવી સ્કિમો લોકપ્રિય  સાબિત થઇ રહી છે. જનધન યોજના હેઠળ હજારો બેંક એકાઉન્ટ ખેાલાવા , કિસાનોને રોકડ સહાય, કિસાન સંમેલન નિધિ જેવી સ્કીમ પણ મોદી મેજીકની યાદીમાં આવી જાય છે. 

એવું પણ નથી કે અગાઉની સરકારોએેે કોઇ પ્રજાલક્ષી સ્કીમ નહોતી મુકી પરંતુ મોદીએ લોકો સુધી રાહત પહોંચે તે માટેના પ્રયાસો કર્યા હતા. રાજીવ ગાંધીએ કરેલી બહુ પ્રચલિત વાત દરેકને યાદ છેકે કેન્દ્રથી નીકળતો એક રૂપિયો જ્યારે રાહત મેળવનાર પાસે પહેંાચે ત્યારે ૧૫ પૈસાનો થઇ જાય છે. એટલેકે ૮૫ પૈસા રસ્તામાં ખવાઇ જાય છે. મોદીએ વચ્ચેની ખાયકીને અટકાવી દીધી છે તેને પ્રજાએ પણ આવકારી છે. 

આ ઉપરાંત વડાપ્રધાન મોદીને વિદેશના વડાપ્રધાનો સાથે ભેટવું અને તેમની સાથે હસીને વાત કરતા જોઇને ગૌરવ થાય છે. કેટલાક વિરોધીઓ મોદીનું ભેટવું પસંદ નથી કરતા પરેતુ ભારતના મોટા ભાગના લોકોને તે પસંદ પડે છે. મોદીનું ખાતો નથી અને ખાવા દેતો નથી તે વાત પણ લોકોમાં પ્રિય બની છે. 

દેશભરમાં જીએસટીનો અમલ કરાવવો તે પણ મોદીની સિધ્ધિમાં  આવી જાય છે. નોટબંધીને લોકો દુઃસાહસ ગણે છે પરંતુ શેલ કંપનીઓને બંધ કરાવીને મોદીએે બ્લેકમની પર તરાપ મારી હતી. ૩૭૦મી કલમ નાબૂદ કરવાનું પગલું પણ હિંમતભેર ઉઠાવ્યું હતું.

આ ઉપરાંત દેશના આર્થિક તંત્રને ડામાડોળ થતા અટકાવ્યું હતું. કોરોના કાળમાં રસીકરણની અસરકારક ઝુંબેશ પણ લોકો માટે ઉપયોગી બની શકી હતી. અન્ય દેશો ખાસ કરીને અમેરિકામાં કોરોનાના કેસો વધતા હતા ત્યારે ભારતમાં કોરોનાનો પ્રભાવ ઘટી ગયો હતો.

Gujarat
English
Magazines