FOLLOW US

ભારત જોડો યાત્રાની તૈયારી વચ્ચે રાજીનામાં પડી રહ્યા છે

Updated: Aug 31st, 2022


- રાહુલ ગાંધી અને તેમની ચંડાળ ચોકડીનો પક્ષ પર કબજો

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

- રાહુલ ગાંધીએ 110 જેટલી સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓને મળીને યાત્રામાં જોડાવા અપીલ કરી હતી

ગુલામનબી આઝાદે કોંગ્રેસ છોડી છે. લાગે છે કે કોંગ્રેસની સમસ્યાઓનો ટૂંકમાં કોઇ અંત નથી દેખાતો. ગુલામનબી આઝાદના જવાથી કોંગ્રેસને બહુ લાંબો ફેેર પડવાનો નથી પરંતુ એક સિનીયર જ્યારે પક્ષ છોડે ત્યારે તેને સંગઠન પરનો ફટકો કહી શકાય. જ્યારે પક્ષ ચારેબાજુથી સમસ્યાનો સામનો કરતો હોય ત્યારે કોઇ સિનીયર છેડો ફાડે ત્યારે મામલો વધુ પેચીદો બનતો હોય છે. જ્યારે પક્ષના પ્રમુખ બાબતે ચર્ચા ચાલતી હતી ત્યારે સોનિયા ગાંધી તેમના મધરની નાજુક તબિયતની ખબર કાઢવા ઇટાલી ગયા છે. તેમની સાથે રાહુલ ગાંધી પણ જવાના છે. ટૂંકમાં પ્રમુખ પદ માટેના ચર્ચા અટકી જવાની છે. સોનિયા ગાંધી સાથે સાથે તેમની પોતાની  તબિયત પણ ચેક કરાવતા આવશે. 

ગુલામનબી આઝાદે સોનિયા ગાંધીને લખેલો પાંચ પેજનો પત્ર લેટર બોંબ સમાન નિવડી રહ્યો છે. તેમણે રાહુલ ગાંધી અને તેમની ચંડાળ ચોકડીનો પક્ષ પર કબજો છે એમ પણ લખ્યું છે. ગાંધી પરિવાર સિવાયના કોઇને કાર્યકારી પ્રમુખ તરીકે નિમવાની વાત સાથે પણ કોઇ સંમત થાય એમ નથી કેમકે તેણે રબર સ્ટેમ્પ કરીકે કામ કરવાનું આવશે. ઇન્દિરા ગાંધીના સમયથી પ્રાદેશિક નેતાઓને કટ ટુ સાઇઝ કરવામાં આવ્યા હતા. ત્યારે કેન્દ્રીય નેતાગીરીજ બધા નિર્ણયો લેતી હતી. અશોક ગેહલોત રાજસ્થાનના પાયાના નેતા છે પરંતુ તે પણ કાર્યકારી પ્રમુખ બનતા પહેલાં સો વાર વિચારે તેમકે ત્યાં સ્વતંત્રતા છીનવાઇ જવાની છે તે ખબર છે. જે પણ કાર્યકારી પ્રમુખ બનશે તેણે નિર્ણયો લેવાના નથી પણ સાંભળવાના આવશે. 

ગાંધી પરિવારની ત્રણ પેઢીથી સેવા કરીને રાજ્યસભાનું સભ્યપદ મેળવનાર ગુલામનબીને ખ્યાલ આવ્યો હતો કે હવે તેમને કોઇ હોદ્દો મળવાનો નથી. તે રાજીનામું આપશે એમ લાગતું હતું અંતે તેમણે રાજીનામું આપ્યું હતું. લોકો કહે છે કે ગુલામનબીને ખ્યાલ આવી ગયો હતો કે નથી તો રાજ્યસભામાં જઇ શકાવાનું કે નથી તો લોકસભાની ટીકીટ મળવાની તેા પછી પક્ષ છોડવા સિવાયનો કોઇ વિકલ્પ બચ્યો નથી. ૫૦ વર્ષ સુધી પક્ષમાં સેવા કર્યા બાદ પોતે પક્ષ છોડયો છે એમ કહીને તેમણે લોકોની સંવેદના જીતવાનો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસમાં વફાદારોની ફરિયાદ એ છે કે તેમને કોઇ માર્ગદર્શન નથી મળતું અને દિશા સૂચન પણ મળતું નથી. કોંગ્રેસના કાર્યકરો તેમના સિનીયર નેતાઓ પક્ષ પલ્ટો કરી રહ્યા છે તેથી નારાજ છે. રાહુલ ગાંધીના નિર્ણયોથી પક્ષને નુકશાન થયું છેે એમ કહીને તેમણે ઉમેર્યું છે કે કોંગ્રેસના અનેક વફાદારો પોતાને અન્યાય થયો છે એમ કહી રહ્યા છે. સોનિયા ગાંધીનો માતૃપ્રેમ પ્રમુખ પદ માટે કોઇ બીજાના નામ વિશે વિચારવા નથી દેતો. પક્ષને ફરી બેઠો કરવો હશે અને આગામી ચૂંટણી જીતવી હશે તો દરેકને સાથે લઇને આગળ વધવું પડશે. કોંગ્રેસને પેરાલીસીસ થયો હોવાનું લોકો ટીખળ કરીને કહે છે પણ તે માટે કેન્દ્રીય નેતાગીરી જવાબદાર હોવાનું ચર્ચાય છે. 

સાતમી સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી ભારત જોડો યાત્રા પણ હતાશ વાતાવરણમાં શરૂ થશે એમ જણાઇ રહ્યું છે. એક તો સંગઠન નબળું છે અને બીજું નેતૃત્વ કરી શકે એવો કોઇ નેતા નથી. ભારત જોડો યાત્રા માટે કોંગ્રેસે કેટલીક સિવિલ સોસાયટીઓને સાથે જોડાવા સંપર્ક કર્યો હતો. રાહુલ ગાંધી ૧૧૦ જેટલી સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓને મળ્યા હતા. કેટલાક મુદ્દે કોંગ્રેસ અને સિવિલ સોસાયટી એક બીજાની સાથે રહી શકે એમ નથી. અન્ય વિરોધ પક્ષો રાહુલ ગાંધીની નેતાગીરી હેઠળ જોડાવા તૈયાર નહીં થાય એમ મનાય છે. એક તરફ ભારત જોડો યાત્રા માટે પ્રયાસ થાય છે તો બીજી તરફ પક્ષમાથી રાજીનામાં પડી રહ્યા છે. 

Gujarat
English
Magazines