સંસદ મુલતવી રાખવાને વિપક્ષ પોતાની જીત સમજવા લાગ્યો છે
- કિરણ રીજ્જુએ સ્પષ્ટ વાતો કરી
- ઇનસાઇડ સ્ટોરી
- સંસદના ડેકોરમની વાતો કરવા કોઇ રાજકીય પક્ષ તેયાર નથી. દરેક પોતાના પક્ષના એજન્ડા પ્રમાણે કામ કરતા હોય છે
સંસદ વારવાર ચાલવા ના દેવાથી સત્તાધારી પક્ષ કરતાં વિપક્ષને વધુ નુકશાન થાય છે એમ સંસદીય બાબતાના કેન્દ્રીય પ્રધાન કિરણ રીજ્જુએ તાજેતરમાં કહ્યું છે. હકીકત એ છેકે સરકાર પોતાનો એજન્ડા આગળ વધારવાની લ્હાયમાં વિપક્ષની રજૂઆતોને ધ્યાનમાં નથી લેતો. કિરણ રીજ્જૂની એ વાત સાચી છે કે વિપક્ષ સત્તાધારી પક્ષને ભીંસમાં લેવાના પ્રયાસો ગુમાવી રહ્યો છે.
સત્તાધારી પક્ષ કેટલાક મુદ્દે મોં છુપાવતો હોય એમ લાગી રહ્યું છે. સત્તાધારી પક્ષ પાસે બહુમતી છે. તેણે કોઇ પણ હિસાબે સંસંદની કાર્યવાહી ચાલુ રાખવી જોઇએ. વિપક્ષના ઉહાપોહને ધ્યાનમાં રાખ્યા સિવાય કાર્યવાહી ચાલુ રાખવી જોઇએ.
વિપક્ષ સંસંદમાં પ્રધાનોને સવાલો પૂછીને મૂંઝવી શકે છે પરંતુ વોકઆઇટ અને ઉહાપોહ કરીને તે સમય વેડફી નાખે છે. સંસદ રત્ન એવોર્ડ વખતે પોતાના સંબોધનમાં કિરણ રીજ્જુએ કહ્યું હતું કે સંસદના ચોમાસું સત્રનું પહેલું અઠવાડીયું ધોવાઇ ગયું છે.
સરકારની જવાબદેહી નક્કી કરવા માટેની તક વિપક્ષ ગુમાવી રહ્યો છે. રીજ્જુએ ભલે એમ કહ્યું હોય કે વિપક્ષે તક ગુમાવી છે પરંતુ ભારતના લોકોની સમસ્યાઓ ઠેરની ઠેર રહે છે. લોકોના પ્રશ્નો અને કેટલાક સળગતા મુદ્દે સરકારનો ઓપીનીયન શું છે તે જાણવા લોકો માંગે છે તે રાજકીય પક્ષોની હૂંસાતૂંસીમાં જાણી શકાતું નથી. લોકોને સંસદ પર ભરોસો છે પરંતુ રાજકીય પક્ષો ભેગા થઇને લોકોની આશા પર પાણી ફેરવી રહ્યા છે.
ગઇકાલનો સત્તાધારી પક્ષ આજે વિપક્ષમાં છે. દરેક પક્ષનું વલણ સત્તાની સાથે બદલાતું હોય છે. ભાજપ જ્યારે વિપક્ષની પાટલી પર બેસતો હતો ત્યારે આજે જે વોકઆઇટનો ખેલ કોંગ્રેસ કરી રહી છે તે ભાજપ કરતો હતો. ત્યારે કોંગ્રેસ કહેતી હતી કે ભાજપે સંસંદનો સમય બરબાદ ના કરવો જોઇએ આજે ભાજપ કોંગ્રેસને સંસદનો સમય બરબાદ નહીં કરવાની સુફિયાણી સલાહો આપે છે.
સંસદના ડેકોરમની વાતો કરવા કોઇ રાજકીય પક્ષ તેયાર નથી. દરેક પોતાના પક્ષના એજન્ડા પ્રમાણે કામ કરતા હોય છે. કિરણ રીજ્જુએ સમાચાર માધ્યમો તરફ ધ્યાન દોરતા કહ્યું હતું કે એક સમય હતો કે સંસદનું રિપોર્ટીંગ કરવા પત્રકારો સવારે નવ વાગે આવી જતા હતા અને મોડી રાત સુધી રોકાઇને સંસદની કાર્યવાહી બાબતે અને બહાર લોબીની રાજકીય હલચલ વિશે લખતા હતા.
તેમણે ભૂતકાળની વાત યાદ કરતા કહ્યું કે એકવાર શરદપવાર જ્યારે કૃષિ પ્રધાન હતા ત્યારે તેમણે સુપર્બ કૃષિનિતી રજૂ કરી હતી. બીજી દિવસે તે મુદ્દાને હાઇલાઇટ કરતા સમચાર જોવા નહોતા મળ્યા પણ સંસદમાં કેવા તોફાનો થય અને કોણે ધાંટા પાડયા તેનો ઉલ્લેખ જોવા મળ્યો હતો.
ટૂંકમાં સંસદમાં બનતી નેગેટીવ ધટનાઓને વધુ હાઇલાઇટ થાય છે જ્યારે સામાન્ય ધટનાઓ તરફ ભાગ્યેજ કોઇનું ધ્યાન જાય છે. સંસદમાં કેટલીક વાર એવું થાય છે કે કેટલાક લોકો સેશન બંધ થાય તે રીતે શરૂઆતથીજ દરેક મુદ્દે હો-હા કરવા લાગે છે. થોડા સમય બાદ અન્ય સાથી પક્ષો તેમની સાથે જોડાય છે અને પછી અધ્યક્ષ ગૃહ મુલતવી રાખે છે.
કોઇ પણ લોકશાહીમાં લોકોની સમસ્યાનો જવાબ સંસદ મારફતે મળી શકે છે. પરંતુ અહીં તો સંસદ ચાલવા નહીં દેવાને પોતાની જીત ગણવામાં આવે છે.