- ઇનસાઇડ સ્ટોરી
- બલુચિસ્તાન, ખૈબર પખ્તુનવામાં જનતા લશ્કર સામ સામે
પાકિસ્તાનના લશ્કરી વડા જન. અસીમ મુનીરનું નેતૃત્વ પાકિસ્તાનના ટુકડા કરશે. તમે આલેયા શેખે યુરેશિયન રીવ્યુમાં લખતાં જણાવ્યું છે કે પાકિસ્તાનમાં નાગરિક સરકારને એક તરફ મુકી દેવામાં આવી છે. જન. મુનીર જ કમાન્ડ ધરાવે છે. પરંતુ તેઓનાં પગલાં આંતરિક અસ્થિરતા, અને આર્થિક ખાના ખરાબી તરફ લઇ જાય તેવાં છે. તેમાંયે પોતાની સત્તા ટકાવી રાખવા તેઓ ભારત સાથે સંઘર્ષ નોતરી રહ્યા છે.
બીજી તરફ બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવામાં જનતા અને લશ્કર સામ સામે આવી ગયાં છે. પરિસ્થિતિ તેવી સર્જાઈ રહી છે કે ૧૯૭૧માં બાંગ્લાદેશનાં સર્જન સમયે જેવી ગંભીર કટોકટી ઊભી થઇ હતી તેવી કટોકટી ઉભી થવા લાગી છે. એક સમયે ઘઉં અને ચોખાના કોઠાર ગણાતા પંજાબ અને સિંઘમાં ભારતે સિંધુનાં જળ રોકતાં અત્યારે જ ચાલી રહેલી અન્નની પરિસ્થિતિ તદ્દન વણસી જવાની છે. તેમ કહેતાં આલેયા શેખે લખ્યું હતું. એપ્રિલ ૨૨, ૨૦૨૫ના દિવસે સહેલાણીઓ ઉપર થયેલા હુમલામાં ૨૬, નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલો કૈં અચાનક થયો ન હતો. રાવલપંડી સ્થિત લસ્કરી મુખ્ય મથકના દોરી સંચારથી જ થો હતો, તેની ઉપર મુનીર પોતે જ દેખરેખ રાખી રહ્યા હતા. તેના બે સ્પષ્ટ હેતુઓ હતા. એક તો તે હુમલાથી ભારતમાં કોમી તંગદિલી વધે, કોમી સંઘર્ષ પણ થાય. બીજો મહત્ત્વનો હેતુ તે હતો કે ભારત તેનો જબ્બર વળતો જવાબ આપે તેનો સ્પષ્ટ હેતુ હતો કે ભારતને ઉશ્કેરવું અને ભારતનાં વળતાં લશ્કરી પગલાંના બહાના નીચે ફરી પાકિસ્તાની જનતાને (રાષ્ટ્રવાદ દ્વારા) એક કરી દેવી.
આ હુમલા પછી બીજા જ દિવસે પાકિસ્તાને કરાંચીના તટ ઉપરથી સર્ફેસ ટુ એર મિસાઇલનાં પ્રયોગ કરી એક તરફ ભારતને ડરાવવા તો બીજી તરફ પાકિસ્તાનની જનતાને ઉત્સાહિત કરવા મુનીર માગતા હતા. જે બંનેમાં તેઓ નિષ્ફળ રહ્યા. ભારત ડરે તેમ નથી. જનતા તેથી અંજાય તેમ પણ નથી.
ઉલ્લેખનીય તો તે છે કે ભારતની બજારો ઝડપભેર વિકસી રહી છે. દુનિયાભરના દેશો ભારત સાથે ભાગીદારી કરવા આતુર બન્યા છે. ત્યારે પાકિસ્તાને તેના પાડોશી સાથે વ્યાપારી સંબંધો તોડી નાખ્યા છે. જે વાસ્તવમાં શરીફ ભાઇઓએ બદ્ધ્યા હતા. અને પાકિસ્તાનના અર્થતંત્રને તે દ્વારા મજબૂત કરવા પ્રયત્નો કર્યા હતા. અત્યારે તો અર્થતંત્ર ખાડે ગયું છે. ફુગાવો ૩૮.૫ ટકા ઉપર ગયો છે. પાકિસ્તાનનાં કુલ આંતરિક ઉત્પાદનના ૭૦ ટકા જેટલું તો તેને માથે દેવું છે. આઇએમએફે ડૉલર ૧.૩ બિલિયનની બેઇલા આઉટ લોન આપી છે અને ૧ બિલિયન ડૉલરની ક્લાઇમેટ લોન આપી છે. છતાંપણ પાકિસ્તાનને ૨૦૨૫માં ૨૨ બિલિયન ડોલરનું વિદેશી ઋણ ચુકવવાનું છે. તે માટે તેની પાસે કોઈ યોજના જ નથી. તેવામાં ભારત સાથે તેણે એટલી હદે સંબંધો બગાડયા છે કે બંને દેશો સંઘર્ષની સ્થિતિએ પહોંચી ગયા છે. તેવામાં ગ્વાડર સુધી પહોંચતો સીપીઈસી પટ્ટો બલુચ સંઘર્ષથી જોખમાઈ ગયો છે. ઉપરે મંજૂર પશ્તુનનાં નેતૃત્વ નીચે ખૈબર પખ્તુનવામાં યુદ્ધ ચાલે છે. તેવી જ સ્થિતિ સિંધ બલુચિસ્તાનમાં છે.
વિદેશનીતિ એટલી હદે નિષ્ફળ ગઇ છે કે જે અફઘાનિસ્તાનમાં તાલિબાનોને સહાય કરી તેમને સત્તા સ્થાને બેસાડયા તેઓ જ હવે ડુંરાંડ લાઈનનો વિરોધ કરે છે. આંતરિક સ્થિતિ જોઇે તો પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ પછી તેના સમર્થકોએ તો રાવલપિંડ સ્થિતિ વકરી મુખ્ય મથક ઉપર જ હુમલો કર્યો છે. તેમ પણ આલિયા શેખે તે લેખમાં લખ્યું છે.


