Get The App

શિક્ષકોને રિવ્યૂ પીટીશનનું કહીને મમતા ગૂંચવાયા છે

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
શિક્ષકોને રિવ્યૂ પીટીશનનું કહીને મમતા ગૂંચવાયા છે 1 - image


- પ.બંગાળમાં શિક્ષકોનું આંદોલન

- ઇનસાઇડ સ્ટોરી

- શિક્ષકોની કમનસીબી એ છે કે તેમણે પૈસા પણ ગુમાવ્યા છે અને નોકરી પણ ગુમાવી છે

પશ્વિમ બંગાળમાં આંદોલન કરી રહેલા શિક્ષકો મુખ્ય પ્રધાન મમતા બેનરજીના ગળામાં અટકેલાં ઠળીયા સમાન બની ગયા છે. મમતા બેનરજી શરૂઆતમાં એમ માનતા હતા કે પડદા પાછળ ભાજપ રમત રમી રહ્યું છે પરંતુ આંદોલન કરનારા કહે છેકે અમેે અમારા પેટ માટે લડી રહ્યા છે. અમને કોઇની મદદની જરૂર નથી.

મમતા બેનર્જી એરોગન્ટ છે. પ.બંગાળમાં ચાલતા કોઇ પણ આંદોલનને ઠારી દેવાના બદલે તેને તે ચગવા દે છે. આંદોલન કરનારા રાજ્યના વિપક્ષ ભાજપનો હાથો બની ગયા છે તેવા આક્ષેપો કર્યા કરે છે.

પ.બંગાળની સરકાર સામે આંદોલન કરી રહેલા શિક્ષકો આર્થિક રીતે પાયમાલ બની રહ્યા છે. તેમની જોબ આંચકી લેવાઇ છે. કોલકત્તા હાઇકોર્ટે આંદોલન કરતા શિક્ષકોને વિરોધની જગ્યા ખસેડીને સેન્ટ્રલ પાર્ક ખાતે લઇ જવાનું કહ્યું છે, કોર્ટે તે માટે કેટલીક શરતો પણ મુકી છે.  સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર શિક્ષકોએ નોકરી ગુમાવી છે. તેમની નિમણૂકમાં કરાયેલી મોટાપાયે ગેરરીતી બહાર આવતા કોર્ટે દરેક શિક્ષકની જોબ આંચકી લીધી છે. 

શિક્ષકો તેમના મુદ્દાની રજૂઆત કરવા પ.બંગાળના શિક્ષણ પ્રધાનને મળવા માંગે છે પરંતુ તેમને મુલાકાતનો સમય અપાતો નથી. આંદોલન કરતા શિક્ષકોએ મુખ્યપ્રધાનને પણ લખ્યું છે પરંતુ કોઇ આંદોલન કરનારાઓની મળવા નથી આવતું. આંદોલન કરનારા કહે છે કે શિક્ષકોની ભરતીમાં ચાલતા ભ્રષ્ટાચારના અમે ભોગ બન્યા છે.

અકળાયેલા શિક્ષકો એક વાર પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા પછી તેમને જગ્યા બદલવા કોર્ટે કહ્યું હતું. મમતા સરકારે કહ્યું છે કે સુપ્રીમના ચુકાદા સામે અમે રિવ્યૂ પીટીશન કરવાના છે. આંદોલન કરનારા કહે છે કે રિવ્યૂ પિટીશન કરતાં પહેલાં અમને પૂછો. કેમકે અમારી પાસે અનેક મુદ્દાઓ  છે જેથી પીટીશન મજબૂત બને. મમતા સરકારે રિવ્યૂ પિટીશનની ખાત્રી આપીને આંદોલનને ઠંડુ પાડવા પ્રયાસ કર્યો હતો પરંતુ હવે શિક્ષકો સમજી ગયાં છે કે અમને રિવ્યૂ પીટીશનની લોલીપોપ બતાવાઇ છે. સરકાર આંદોલન કરનારાઓને થકવી મુકવા માંગે છે.

મમતા સરકાર કહે છેકે સુપ્રીમના આદેશ અનુસાર અમેે પગલાં લીધા છે.  જોકે હકીકત એ  છ ેકે આંદોલન કરનારાઓનો સામનો કરવા મમતા સરકાર તૈયાર નથી. શિક્ષકોના ભરતી કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ સંડોવાયા છે. શિક્ષકોએ નોકરી ગુમાવી છે પરંતુ તેમનું ભાવિ અંધકારમય છે. મમતા સરકાર ધારે તો તેમને અન્ય જગ્યા પર તેમને સમાવી શકે છે પરંતુ મમતા કહે છે કે શાંતિથી રજૂઆત કરી હોત તો કોઇ રસ્તો નીકળત પરંતુ તમે તો  સરકારની સામે પડયા છો અને ભાજપના હાથા બની ગયા છો માટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરો. 

કોલક્તા હાઇકોર્ટે આંદોલનનું સ્થળ બદલવા કહ્યું છે તે અનુસાર આંદોલન કરનારા સ્થળ બદલશે પરંતુ ત ેપહેલાં ત્યાં શેલ્ટર, બાયો ટોયલેટ જેવી વ્યવસ્થા ઉભી થયા પછી શિફ્ટ કરશે એમ મનાય છે. આ લોકો તેમની મૂળ સમસ્યાનું સમાધાન તે ઇચ્છે છે. 

આંદોલન કરનારા સંસદના આગામી સત્રમાં તેમના આંદોલનનો મુદ્દો ઉઠાવાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે. 

આંદોલન કરતા શિક્ષકોની કમનસીબી એ છે કે તેમણે પૈસા પણ ગુમાવ્યા છે અને નોકરી પણ ગુમાવી છે. આખા કેસમાં લહેર ભ્રષ્ટ અધિકારીઓ કરી રહ્યા છે.

Tags :