Get The App

કોઇ પણ ડિજીટલ ઉપકરણ ફૂલપ્રૂફ ક્યારેય ના હોઇ શકે

Updated: Jul 28th, 2021

GS TEAM


Google News
Google News
કોઇ પણ ડિજીટલ ઉપકરણ ફૂલપ્રૂફ ક્યારેય ના હોઇ શકે 1 - image


- સાંસદેાએ ટેકનોલોજીના દુરુપયોગને સમજવા જોઇએ

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

- જેફ બિસોઝનું લગ્ન જીવન તૂટયું તેની પાછળનું કારણ મોબાઇલ હેક કરાયો અને પોલ ખુલ્લી પડી ગઇ હતી

૨૦ ૧૮ની શરૂઆતમાં વિશ્વના  સૌથી પૈસાદાર જેફ બિસોઝે ફરીયાદ કરી હતી કે તેમનો ફોન હેક થયો છે. તેના કારણે તેમની તે સમયની નામાંકીત ટેલિવિઝન એન્કર ગર્લ ફ્રેન્ડ સાથેના રોમાન્ટીક ડાયલોગ એક ટેબ્લોઇડ ન્યુઝ પેપર પાસે આવી ગયા હતા. પેપરે આ રોમાન્ટીક સંવાદોને ચટાકેદાર બનાવીને છાપ્યા હતા. જેના કારણે જેફ બિસોઝનું લગ્ન જીવન તૂટયું હતું. 

જોકે બિસોઝના ફોન હેક થયાના પડદા પાછળની સ્ટોરી પણ જાણવા જેવી છે. હેકીંગના કેટલાક મહિના પહેલાં જેફ બિસોઝ અને હોલિવુડના કેટલાક મોટા માથાઓએ સાઉદીના પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન સાથે ડીનર લીધું હતું. ત્યારે બિસોઝ અને સાઉદી પ્રિન્સે પોતાના ફોન નંબર એક બીજાને આપ્યા હતા. દરમ્યાન બિસોજે તેના માલિકીના વોશિંગટન પોસ્ટમાં તેમના પત્રકાર જમાલ ખસ્તોગીની હત્યાના અહેવાલમાં  સાઉદી પ્રિન્સની ટીકા કરી હતી. 

કહે છે કે બિસોઝ પર વળતો પ્રહાર કરવા સાઉદી પ્રિન્સે બિસોઝનો ફોન હેક કરવા કહ્યું હતું. હેકીંગ બાદ તેમાંથી બિસોઝના પરણેતર સંબંધો બહાર આવ્યા હતા. કહે છે કે ડિનર વખતે જે ફોન નંબરની આપલે થઇ હતી તેના કારણે બિસોઝના ફોનમાં માલવેર મોકલાયા હતા. તેને સાઉદી પ્રિન્સના  વોટસ અપ મારફતે બિસોઝના ફોનમાં ઇન્જેક્ટ કરાયા હતા.

કોમ્યુનિકેશન ક્ષેત્રના આધુનિક ઉપકરણો જોખમી બની શકે છે. ૨૦૧૮માં સાનફ્રાન્સિસ્કોમાં ટેરર એટેક થયો ત્યારે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશને એક શંકાસ્પદનો ફોન અનલોક કરવા એપલને જણાવ્યું હતું. પરંતુ એપલે એમ કહીને ના પાડી હતી કે તે ગ્રાહકના હકનો ભંગ કરવા બરાબર છે. અમેરિકાના એટર્ની જનરલે પણ એપલને શંકાસ્પદનો ફોન બંધ કરવા કહ્યું ત્યારે પણ એપલે જુદા જુદા બહાનાં બતાવ્યા હતા. 

જ્યારે કોર્ટ એપલને તેનો ચુકાદો સંભળાવે તે પહેલાં તો એફબીઆઇને બીજી રીતે સફળતા મળી હતી. તેમણે ઇઝરાઇલની એક એજંસીની મદદ લઇને ફોનની અંંદરની વિગતો મેળવી લીધી હતી એટલે એપલનો ફોન બંધ કરવાની જરૂર નહોતી પડી. ઉપરના બંને ઉદાહરણો પરથી જાણવા મળે છે કે કોઇ પણ ડિજીટલ ડિવાઇસ ૧૦૦ ટકા ફૂલ પ્રૂફ નથી.

આ ઉપરાંત નામાંકીત તપાસ એજંસીઓે પણ ઇઝરાયલની મદદ લેવી પડે છે. વિશ્વભરમાં થતા સાયબર એટેક કરનારાઓના આઇડયા કરતાં ઇઝરાયલ અનેક ગણું આગળ છે. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ઇઝરાઇલની આવી તાકાતનો અન્ય દેશેા પણ ઉપયોગ કરી રહ્યા છે. એટલેજ ઇઝરાયલનું પેગાસસ સ્પાયવેર વિશ્વના ૧૭ દેશોના ૫૦,૦૦૦ ફોન એક  સાથે હેક કરી શકે તેમાં બહુ આશ્ચર્ય પામવા જેવું નથી. જેમના ફોન હેક થયા છે તેમાં ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુઅલ માર્કેાનનો પણ સમાવેશ થાય છે. 

ભારતના સત્તાધારી પક્ષ અને વિપક્ષના રાજકારણીઓ કેન્દ્રના સચિવો, કેટલાક સિનિયર પત્રકારો વગેરે એવો આરોપ મુકી રહ્યા છે કે તેમના ફોન ટેપ થઇ રહ્યા છે કે સ્નૂપીંગ થઇ રહ્યું છે. પત્રકારોમાં કેટલાક સરકારની નજીકના છે તો કેટલાક સરકારના વિરોધી છે. કેટલાક એવા લોકો છે કે જે સંઘ પરિવાર સાથે સંકળાયેલા છે. દરેકે ચિંતા વ્યકત કરી છે. પેગાસસ ફરી એકવાર ખુલ્લું પડી ગયું છે. પહેલીવાર જેમ સરકારે કહ્યું હતું એંમ બીજીવાર પણ કહ્યું છે કે સરકારનો કોઇ હાથ નથી. સરકારની વાત સાચી એટલા માટે છે કે કોઇ એવું મૂર્ખ નથી હોતું કે પોતાના લોકો સામેજ ડિજીટલ જાસુસી કરાવે. 

Tags :