Get The App

સ્વોર્ડ ઓફ ડેમોક્લ્સઃ દક્ષિણના રાજ્યોનો સીમાંકનનો વિરોધ

Updated: Mar 26th, 2025

GS TEAM

Google News
Google News
સ્વોર્ડ ઓફ ડેમોક્લ્સઃ દક્ષિણના રાજ્યોનો સીમાંકનનો વિરોધ 1 - image

- નવી સીમાંકન નીતિ અટકાવવાની માંગ

- ઇનસાઇડ સ્ટોરી

- ત્રણ ભાષાના મુદ્દા પછી દક્ષિણના રાજ્યોના સીમાંકન સામે વિરોધ માટેની  બેઠકમાં કેન્દ્રની ટીકા

સ્વોર્ડ ઓફ ડેમોકલ્સ..એટલેકે આપણા પર કોઇ આફત ઝળુંબી રહી છે. દક્ષિણના વિપક્ષી રાજ્યાનો સૂર સાથે અન્ય વિપક્ષી રાજ્યો પણ જોડાયા છે. તેલંગાણાના મુખ્યપ્રધાન રેડ્ડી એમ કહી રહ્યા છે કે ઉત્તરના રાજ્યોની વિકાસની દ્રષ્ટીએ આપણને ઉતરતા રાખવાની કોેશિષ કરાઇ રહી છે. સ્વોર્ડ ઓફ ડેમોેકલ્સનો પ્રયોગ કેરળના મુખ્યપ્રધાન પી. વિજયને કર્યો હતો. તે કહે છે કે આપણને પૂછ્યા વગરજ રાજ્ય માટે નિર્ણયો લેવાઇ રહ્યા છે. તેમના સંબોધનમાં કહ્યું હતું કે સિમાંકનનો નિર્ણય પણ  રાજ્યને પૂછ્યા વગર લેવાયો છે. જે બંધારણીય રીતે યોગ્ય નથી. 

તે માને છે કે સીમાંકન જેવા પગલાંથી લોકસભામાં ઉત્તરના રાજ્યોની બેઠકો વધશે અને દક્ષિણના રાજ્યોની બેઠકો ધટશે. નવી સિમાંકન નિતી ૨૫ વર્ષ માટે અટકાવવીની માંગ કરી છે.

વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર સામેનો વિરોધનો તખ્તો દક્ષિણના રાજ્યો  તરફ ખેંચી લીધો હોય એમ લાગી રહ્યું છે. દિલ્હીની વિધાનસભાનો જંગ ભાજપે જીત્યા બાદ હવે ભાજપનો સામનો કરવાની વ્યૂહ રચના બદલાઇ હોય એમ લાગી રહ્યું છે. પહેલાં તમિળનાડુએ ત્રણ ભાષાના મુદ્દે કેન્દ્ર સામે બાંયો ચઢાવી હતી. ત્યારે હિન્દીનો વિરોધ તમિળનાડુએ દાંત કચકચાવીને કર્યો હતો. કર્ણાટકની સરકારે સરકારી ટેન્ડરમાં લધુમતી કોમને ટેન્ડર ભરવામાં પાચ ટકાની સ્પેસ આપીને વિવાદ ઉભો કર્યો હતો. કર્ણાટકની વિધાનસભામાં તી વિપક્ષોને ટીંગાટોળી કરીને કાઢવામાં આવ્યા હતા અને પછી બીલ પાસ કરાયું હતું. આ મામલો કોર્ટમાં જાય કે ના જાય પરંતુ કેન્દ્ર સરકાર સાથે ટકરાવ ઉભો કરવાની  મોટી તક મળી ગઇ છે.

જોકે હિન્દીનો વિરોધની પ્રજા તરફથી કોઇ ખાસ પ્રતિભાવ મળ્યો નહોતો કેમકે શિક્ષણ ક્ષેત્રે આગળ આવેલા લોકો એમ માને છે કે જેટલી વધુ ભાષા આવડે એટલું સારૃં. ઇન્ફોસિસના ચેરમેન નારાયણમૂર્તિના પત્ની અને રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિએ કહ્યું હતું કે મને દશ ભાષા આવડે છે. આજનો યુવાન વધુ ભાષા શીખવાને ગૈારવ સમજે છે. લોકોનો પ્રતિભાવ ઓછો મળતાં તે આંદોલન લગભગ સમેટી લેવાયું હતું.

મૂળ બાબત દક્ષિણના રાજ્યો સાથે કેન્દ્ર સરકારનું ઓરમાયું વર્તન છે તે મુદ્દો ચગાવવીમાં આવે છે. તમિળનાડુના મુખ્યપ્રધાન એમ.કે.સ્ટાલીને દક્ષિણ રાજ્યોના મુખ્યપ્રધાનો ઉપરાંત અન્ય રાજ્યોની વિપક્ષી સરકારના મુખ્યપ્રધાનોને પણ બેઠકમાં બોલાવ્યા હતા. તેગંગાણા ભારત રાષ્ટ્રીય સમિતીના (BRS)ના પ્રમુખ કે. રામારાવ જે કેટીઆર તરીકે ઓળખાય છે તેેમણે કહ્યું હતું કે છેલ્લા દશ વર્ષથી દક્ષિણના રાજ્યો સાથે અન્યાય થઇ રહ્યો છે અને હવે આ અન્યાયની માત્રા વધી છે.

એક તરફ દક્ષિણમા રાજ્યોનું અપમાન કરાઇ રહ્યું છે તો હવે તેમાં હવે સીમાંકનનો મુદ્દો પણ પરેશાન કરવા ઉમેરાયો છે. બેઠકમાં કહેવાયું હતું કે સીમાંકનનો મુદ્દો દક્ષિણના રાજ્યો માટે ઘો પર મીઠું ભભરાવવા સમાન છે. કેટીઆરે કહ્યું હતું કે દક્ષિણના રાજ્યોે હવે મોં ખોલવું પડશે. હિન્દીને બળજબરીથી દક્ષિણના રાજ્યો પર થોપવામાં આવી રહી છે ત્યાંથી માંડીને બુલેટ ટ્રેન જેવા પ્રોજક્ટમાં દક્ષિણના રાજ્યોની બાદબાકી જેવા મુદ્દા દેખીતી રીતેજ ઓરમાયા વર્તન સમાન છે. હવે વસ્તી આધારે સીમાંકનની વાત પણ અમને માન્ય નથી એમ કહીને કેટીઆરે કહ્યું હતું કે જે સીમાંકન યોગ્ય રીતે નહીં કરાય તો ભારતનું સંધીય સંતુલન બગડી શકે છે.