mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મહારાષ્ટ્રનો ચૂંટણી જંગ બે એનસીપી- બે શિવસેના

Updated: Jun 26th, 2024

મહારાષ્ટ્રનો ચૂંટણી જંગ બે એનસીપી- બે શિવસેના 1 - image


- લોકસભાની ચૂંટણી બાદ હવે વિધાનસભા

- ઇનસાઇડ સ્ટોરી

- સંસદની ચૂંટણીમાં એનડીએને હંફાવનાર ઇન્ડી ગઠબંધન હવે રાજ્યોમાં વધુ જોર બતાવશે

ભાજપ સામે ચૂંટણી જીતી શકાય છે એવો એહસાસ કોંગ્રેસ અને સાથી પક્ષોને થયા બાદ તેમણે વ્યૂહ રચના બદલી છે અને દરેકે સંયુક્ત રીતે ચૂંટણી લડવા અને નિર્ણયો લેવાનું નક્કી કરાયું છે.  સંસદની ચૂંટણીમાં એનડીએને હંફાવનાર ઇન્ડી ગઠબંધન હવે રાજ્યોમાં આવતી વિધાનસભાની ચૂંટણીઓમાં વધુ જોર બતાવશે એમ લાગી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ૨૦૨૪ના અંતિમ મહિનાઓમાં વિધાનસભાનો ચૂંટણી જંગ છે. મહારાષ્ટ્રનું રાજકારણ ટોચના પીઢ રાજકારણીને પણ ગોથાં ખવડાવે એવું છે. જે શરદપવારના મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય તરીકે ઓળખવામાં આવતા હતે તે શરદપવારને રાતો રાત બાજુ પર ખસી જવું પડે એવું રાજકારણ તેમની નજર સામેજ ખેલાઇ ગયું પણ તેમને ખબરજ ના પડી.

મહારાષ્ટ્ર વિકાસ અઘાડી પાર્ટીમાં ભલે ઉધ્ધવ ઠાકરે હતા પરંતુ ભાજપના આક્ષેપ અનુસાર પડદા પાછળ રહીને શરદ પવાર રાજ કરતા હતા. શરદપવારના આ રાજમાં કોંગ્રેસ સાઇડમાં ધકેલાઇ ગઇ હતી. પરંતુ હવે લોકસભાના ચૂંટણી જંગે વિપક્ષી એકતામાં વધારો કર્યો છે. વિપક્ષી એકતાની કમનસીબી એ છે કે રાજ્ય સ્તરે તેમનામાં એકતાનો અભાવ છે. જેમકે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેના ઝગડા અવારનવાર સપાટી પર આવી જાય છે. એવીજ રીતે દિલ્હીમાંતો કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે ઉભ્ભેય બનતુ નથી એવુંજ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકરોએ વારંવાર દિલ્હી મોવડીમંદળને કહ્યું છેકે આપને એનસીપી સાથે રહીને ચૂંટણી લડવી ના જોઇએ. જોકે હવે તો એનસીપી અને ઉધ્ધવ ઠાકરે સાથે બેસીને બેઠકોની ફાળવણી કરવી પડે એવી દશા આવી છે.

લોકસભામાં વિપક્ષે બેઠકોની ફાળવણી કરી અને ભાજપને હંફાવ્યું હતું પરંતુ વિધાનસભામાં બેઠકોની ફાળવણી બહુ આસાન હોય એમ લાગતું નથી. કેમકે દરેક પક્ષ પાસે સિનીયર નેતાઓની ફોજ છે અને દરેક અહમથી ભરેલા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલ, શિવસેના(ઉધ્ધવ)ના ઉધ્ધવ ઠાકરે તેમજ શરદ પવાર પર તેમના કાર્યકરોનું પણ પ્રેશર જોવા મળે છે. શરદ પવાર જાણે છે કે લોકસભા અને વિધાનસભા જંગમાં મતદારોનો ટ્રેન્ડ અલગ પ્રકારનો હોય છે. મહારાષ્ટ્રમાં એનડીએનું નેતૃત્વ ભાજપ કરે છે પરંતુ વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ કોણ કરે છે તે હજુ સુધી પ્રકાશમાં નથી આવ્યું.

હવે તો બે શિવસેના અને બે એનસીપી વચ્ચે પણ મેદાનમાં છે. દરેક પક્ષમાં મહત્વકાંક્ષીઓ ભરેલા છે. દરેક જાણે છે કે રાજ્યમાં જીત અને રાજ્યમાં સરકાર રચવાનું મહત્વ કેટલું છે. ટૂંકમાં દરેક સોદાબાજી કરવા તૈયાર બેઠા છે. અજીત પવાર તેમના કાકાથી છૂટા પડીને નાયબ મુખ્યપ્રદાન બન્યા છે. વિધાનસભાના જંગમાં મહારાષ્ટ્રનો જંગ યુધ્ધની ડેમ લડાશે એમ મનાય છે કેમકે લોકસભા પછી તે પ્રથમ રાજ્ય એવું છે જ્યાં ચૂંટણી છે. હાલમાં તે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર મહારાષ્ટ્રમાં છે. મખ્યપ્રધાન શિંદે શિવસેનાના વફાદાર સૈનિકાનો પોતાની તરફ ખેંચી રહ્યા છે.

જેમ અજીતપવાર મહત્વકાંક્ષી છે એમ ભાજપના દેવેન્દ્ર ફટનવીસ પણ મહત્વકાંક્ષી છે. ઉધ્ધવ ઠાકરે પણ પોતાના હાથમાંથી સરકી ગયેલું રાજ પાછું લેવા માંગે છે.  રાજકીય બળવો, ટાંટીયા ખેંચ, પોતાના પક્ષમાંજ બે ભાગલા પાડવા વગેરે મુદ્દાઓ વચ્ચે મહારાષ્ટ્રનો જંગ ગોઠવાયો છે. લોકસભામાં વિપક્ષે મહારાષ્ટ્રમાં એનડીએને મારેલા ફટકા બાદ તે તાનમાં છે. અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકો છે.

Gujarat