app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

રેવડીકલ્ચરઃ તકવાદી રાજકરાણીઓનું શસ્ત્ર

Updated: Aug 24th, 2022


- દેશની આર્થિક સ્થિતિનું પણ વિચારવું જોઇએ

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

- ડીટીસીને 30,000 કરોડનું દેવું છે તો દિલ્હી જલ બોર્ડનું 70,000 કરોડનું દેવું છે

હાલમાં ચાલતો મતદારોને મફત સવલતો આપવાની જાહેરાતેાને રેવડી કલ્ચર સાથે સરખાવાય છે.  રેવડી કલ્ચરની વાતને એક પ્રાચીન રાજાની વાત સાથે સરખાવાય છે. એક રાજાને કોઇ સંતાન નહોતું. જ્યારે રાજાનું મૃત્યુ નજીક આવવા લાગ્યું ત્યારે તેમની જગ્યાએ શાસન કોને સોંપવું તે ચર્ચાએ પણ જોર પકડયું હતું. જ્યારે રાજા મૃત્યુ શૈયા પર હતો ત્યારે તેણે આદેશ આપ્યો હતો કે કાલે સવારે જે કોઇ વ્યક્તિ પહેલો આપણા રાજ્યમાં પ્રવેશેે તેને મારી સમક્ષ હાજર કરો. 

બીજી દિવસે નજીકના જંગલમાં રહેતા એક ભિખારીએ સવારે રાજમાં પ્રવેશ કર્યો હતો. આદેશ પ્રમાણે તેને રાજા સમક્ષ રજૂ કરાયો હતો. સૌના આશ્ચર્ય વચ્ચે રાજાઓ તેને પોતાના અનુગામી તરીકે જાહેર કર્યો અને કહ્યું કે જ્યાં સુધી તે જીવશે ત્યાં સુધી તે રાજા તરીકે રહેશે આટલું કહીને રાજા મોતને ભેટયો.

આપણે જે રેવડી કલ્ચરની વાત કરીયે છીયે તેમાં જે ભિખારી છે તેણે રાજાની કાયમી સેવા કરવાની છે . સામે છેેડે તેને બધું મફત મળી રહેશે. રેવડી કલ્ચરમાં રેવડીનો લાભ લેનાર હકીકતે તો સત્તાધીશો માટે હલવો બનાવીને આપે છે.  હવે મૂળ વાર્તા તરફ આવીયે તો જે ભિખારીને રાજા બનાવ્યો તેણે રાજસિંહાસન પર બેસતા સાથેજ કહ્યું કે હલવો બનાવો અને બધાજ રાજ દરબારીને તેમજ લોકોને પણ ખવડાવો.  પછી તો રોજનું થયું. લોકોને ઘી અને વધુ પિસ્તાવાલો હલવો ખાવા મળવા લાગ્યો. આ વાત ફરતી ફરતી નજીકના દેશના રાજા સુધી પહેંચી. તેણે હલવા ખાતી પ્રજા પર હુમલો કર્યો અને બધું લૂંટી લીધું કેમકે તેમની પાસે સામનો કરવા જેવું કશું નહોતું બચ્યું. બધું હલવામાં  ખર્ચાઇ ગયું હતું. સૈનિકોએ રાજાને પૂછ્યું કે હવે શું કરીશું? ત્યારે ભિખારીમાંથી રાજા બનેલાએ કહ્યું કે જ્યારે મને પકડી લાવ્યા હતા તે કપડાં મને પાછા આપો એટલે હું ફરી પાછો  જંગલમાં જતો રહું. આ રીતે ભિખારીમાંથી રાજા બનેલાએ રાજ્યની બધી સંપત્તિ વેડફી નાખી હતી. વર્તમાનમાં મફત આપવાની નીતીઓ સાથે તેને જોડીએતો કોઇ પણ રાજ્ય મફત આપવાની સ્કીમના કારણેે બરબાદ થઇ શકે છે. વડાપ્રધાન મોદીએ તેને બીજી રીતે કહ્યું હતું કે તકવાદી રાજકારણીઓ રાજકીય સત્તા મેળવવા રેવડી કલ્ચરનો ઉપયોગ કરી રહ્યા છે.

આમ પ્રજામાં હલવો વેચીને રાજ્યને દેવાના ડુંગર હેઠળ લાવી રહ્યા છે. પોતાના રાજ્યના લોકો માટે પાયાની જરૂરીયાત ઉભી કરવા સામે કોઇ વાંધોના હોઇ શકે પણ આડેધડ મફત સવલતો આપીને રાજ્યનું દેવું વધારાય છે. દરેક સરકાર શિક્ષણ અને આરોગ્ય પર ભાર મુકે છે. પરંતુ તેમાં મફત આપવાની સ્કીમ જોખમકારક બની રહી છે.

અહીં ઉલ્લેખનીય છેે કે સૌ પ્રથમ તમિળનાડુમાં એમજીઆરે રાજ્યની તમામ સ્કુલોમાં મીડ ડે મીલની સ્કીમ મુકી હતી. પછી તો મફત શીવવના સંચા,મંગલ સૂત્ર જેવી સ્કીમો કોમન જોવા મળતી હતી. દેખીતી રીતેજ તે મત ખરીદવા માટેની સ્કીમો હતી. પરંતુ અન્ના હજારેના ભષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટીએ મફત સવલતો આપવાની તમામ હદો વટાવી દીધી હતી. ડીટીસી બસોમાં મફત પ્રવાસની જાહેરાત કરનાર મુખ્યપ્રધાને એ ધ્યાનમાં રાખવા જેવું હતું કે ડીટીસી દેવા હેઠળ દબાયેલી છે. ડીટીસીને ૩૦,૦૦૦ કરોડનું દેવું છે તો દિલ્હી જલ બોર્ડનું ૭૦,૦૦૦ કરોડનું દેવું છે.  તેમ છતાં અરવિંદ કેજરીવાલ દિલ્હી મોડલને અન્ય રાજ્યોમાં ખેંચી જવા માંગે છે ત્યારે દેશની આર્થિક સ્થિતિને કેવી અસર થાય તે પણ વિચારવું જોઇએ. સરકાર ટીકા કરે તે વાજબી છે.

Gujarat