Get The App

બિહારમાં ભીમ મહાકુંભ દલીતોના મત પર નજર

Updated: Apr 23rd, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં ભીમ મહાકુંભ દલીતોના મત પર નજર 1 - image

- ચૂંટણીને હજુ છ મહિનાની વાર, દરેક પક્ષ સક્રિય

- ઇનસાઇડ સ્ટોરી

- બિહારમાં દલીત કોમ્યુનિટીની સંખ્યા 19.65 ટકા જેટલી છે

બિહારની ચૂંટણીઓ જાહરે થતાં પહેલાંજ સામસામી વ્યૂહ રચના તૈયાર થઇ ગઇ છે. જે રીતે રાહુલ ગાંધી બિહારમાં લાલુપ્રસાદ યાદવના કુટુંબ સાથે ઘરોબો કેળવી રહ્યા છે તે જોતાં એમ લાગે છે કે કોંગ્રેસ અને લાલુ પ્રસાદ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતાદળ સાથે ચૂંટણી જોડાણ નિશ્ચિત લાગી રહ્યું છે. આ ચૂંટણીઓને હજુ છ મહિનાની વાર છે ત્યારે  દરેક પક્ષ દલીતોના મત લેવા અત્યારથીજ વ્યૂહ રચના કરી રહ્યો છે.

વર્તમાન મુખ્ય પ્રધાન નિતીશ કુમારે ભીમ સંવાદનો કાર્યક્રમ યોજીને તેમના કાર્યકોરેન સૂચના આપીને કહ્યું છે કે આપણી સરકારે દલીતો માટે જે યોજનાઓ બનાવી છે તેને દલીતો સુધી પહોંચાડો. બિહાર સરકારે દલિતો માટે અનેક યોજના બહાર પાડી છે. પરંતુ તેજસ્વી યાદવ કહે છે કે આયોજનાો કાગળ પરની છે,  લોકો સુધી તો કશુંજ પહોંચ્યું નથી. 

તેજસ્વી યાદવ સરકારી યોજના બનાવટ છે એમ ખોંખારીને કહે છે જ્યારે યોજનાઓ પાછળ પૈસા ખર્ચતી નિતીશ સરકારને મોડે મોડે ભાન થયું છે કે નથી તો આપણે દલીતો સુધી પહોંચી શક્યા કે નથી એમ આપણી યોજનાઓ નથી પહોંચી શકી. ભીમ સંસદ યોજવાનો મુખ્ય આશય દલીતો સુધી પક્ષના કાર્યકરો પહોંચે અને સાચી વાતની સમજ આપે.

આંબેડકર જ્યંતિ પછી નિતીશે આંબેડકર સમગ્ર યોજના ટાઇટલ હેઠળ આગામી ૧૦૦ દિવસોમાં ૪૦ લાખ દલીતોના ઘર સુધી પહોંચી શકાય તેવું આયોજન કર્યું હતું.

એક માહિતી અનુસાર નિતીશ કુમાર ચૂંટણી પહેલાં દલીત મહાકુંભ યોજવાનું વિચારી રહ્યા છે. બિહાર સરકારે વિવિધ સ્કીમો દલીત યુવાનો માટે બહાર પાડી છે જેમકે જો કોઇ દલીત વિધ્યાર્થી બિહાર પબ્લીક 

સર્વિસ કમિશનની પ્રિલિમની પરીક્ષા પાસ કરે તેને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય કરે છે તેમજ જે વિદ્યાર્થી  યુનિયન પબ્લીક સર્વિસ કમિશન (ેંઁજીભ)ની પ્રિલિમ પરીક્ષા પાસ કરે તેને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સરકાર અને શિડયુલ કાસ્ટ વચ્ચે બ્રીજનું કામ કરી શકે એવા લોકોને વિકાસ મિત્ર કહે છે જેમને મહિને ૯૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. ૯૧ જેટલી આંબેડકર સ્કુલમાં ભણતા વિધ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.

બિહારમાં દલીત કોમ્યુનિટીની સંખ્યા ૧૯.૬૫ ટકા જેટલી છે. દલીત મતોમાં ભાગ પડાવવા રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી, પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી તેમજ અન્ય નાના કદની પ્રાદેશિક પાર્ટીઓની નજર છે.

આ વખતે બિહારનો જનતાદળ (યુ) દલીતોની રીઝવવા એટલા માટે પ્રયાસ કરે છે કે ૨૦૧૫માં પક્ષ દલિત મતવિસ્તારોની ૭૧ બેઠકો પર જીત્યો હતો જે ૨૦૨૦માં ધટીને ૪૩ પર આવી ગયો હતો. એસસી રિઝર્વ બેઠકો પર પણ જનતાદળ(યુ)નો દેખાવ નબળો રહ્યો હતો. જેમકે ૨૦૧૫માં ૨૦૧૫માં એસસી ૩૮ બેઠકોમાંથી ૧૧ બેઠકો જીતી હતી જે ૨૦૨૦માં માત્ર આંઠ બેઠકો જીતી શકી હતી.

નિતીશે ૨૦૦૫ થી ૨૦૧૦ સુધીના તેમના શાસન દરમ્યાન  ૩૨ જેટલી મોસ્ટ બેકવર્ડ કોમ્યુનિટીને શિડયુલ કાસ્ટમાં સમાવીને તેમને મહા દલિત તરીકેની ઓળખ આપી હતી.

બિહારના દરેક પક્ષ દલિત તરફા પોતાની નિતીઓ મોટા હોર્ડીંગ દ્વારા તેમજ ગામડાઓમાં બેઠકો મારફતે કરી રહ્યા છે. બિહારનો જંગ રસપ્રદ બની રહ્યો છે.